ભરઉનાળે રાજકોટમાં વરસાદી ઝાપટાઃ યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારો ભીંજાયા
શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા, તલ, મગ જેવા પાકને નુકસાનની ભીતિ જો ભારે માવઠું વરસે.
Rajkot rain today: ઉનાળાના ગરમીના માહોલ વચ્ચે રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.
1/5
શહેરના અલગ અલગ રાજમાર્ગો પર કમોસમી વરસાદના હળવા છાંટા પડ્યા હતા, જેનાથી વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી.
2/5
શહેરના યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા, જેના કારણે રસ્તાઓ પર ભીનાશ જોવા મળી હતી.
3/5
શહેર ઉપરાંત, રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા હતા.
4/5
જોકે, આ હળવા વરસાદી ઝાપટા હાલ રાહતરૂપ લાગી રહ્યા છે, પરંતુ ખેડૂતો માટે ચિંતાનો વિષય પણ બન્યા છે.
5/5
જો આગામી સમયમાં ભારે કમોસમી વરસાદ વરસે, તો ઉનાળુ પાક જેવા કે તલ, મગ સહિતના પાકને નુકસાન થઈ શકે છે. ઉભા પાક પર ભારે વરસાદ કે કરા પડવાથી પાકને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ રહેલી છે.
Published at : 05 May 2025 04:27 PM (IST)