સૌરાષ્ટ્રના આ જાણીતા શહેરમાં ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન, દૂધની દુકાન માત્ર બે કલાક જ રહેશે ખુલ્લી

ફાઈલ તસવીર

1/6
ગુજરાતમાં કોરોનાને કેસ રોજ નવી ટોચ બનાવી રહ્યા છે. કોરોના વધતા ગ્રાફને લઈ કેટલાક શહેરો, ગામડાઓ, માર્કેટિંગ યાર્ડ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે.
2/6
ગીર સોમનાથઃ કોડીનારમાં ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. કોડીનારમાં કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિને ધ્યાને લઇ ચેમ્બર્સ ઓફ કોમર્સ-વહીવટી તંત્ર અને તાલુકાના અગ્રણી આગેવાનો દ્વારા નિર્ણય લેવાયો છે. જે મુજબ ૧૬-૧૭-૧૮ શુક્ર-શનિ-રવિવારે કોડીનારમાં સ્વૈચ્છિક લોકડાઉન રખાશે. જેમાં દૂધની ડેરીઓ માત્ર બે કલાક જ ખુલ્લી રહેશે. જરૂરી કામ સિવાય લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના અપાઈ છે.
3/6
અમરેલીઃ અમરેલી જિલ્લામાં કોરોના કેસ વધતા ઈશ્વરીયા ગામના લોકો દ્વારાસાંજના 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે. આગામી 1 મે સુધી નિર્ણયનો અમલ કરાશે. જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના વેપારીઓએ પાંચ દિવસનું સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યુ છે. બંધ દરમિયાન માત્ર જરૂરી વસ્તુઓની દુકાન ખુલ્લી રહેશે.
4/6
રાજકોટઃ રાજકોટના દાણાપીઠના વેપારીઓ આજે બપોરના ત્રણ વાગ્યાથી લોકડાઉન કરશે. અહીં અનાજ કઠોળ અને મસાલા સહિતની વસ્તુ લેવા રાજકોટ શહેર અને જિલ્લામાંથી લોકો આવતા હોવાથી ભારે ભીડ હોય છે. 250 કરતા પણ વધુ વેપારીઓ લોકડાઉનમાં જોડાશે.
5/6
ભાવનગરઃ પાલીતાણામાં ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લાદવાનો ફેંસલો લેવાયો છે. પાલીતાણા સમસ્ત ગામ લોકો, નગર પાલિકા,વેપારીઓ, મામલતદાર સાહેબ,ચીફ ઓફિસર સાહેબ,પોલીસ ખાતું , રાજકીય આગેવાનોની મળેલી મીટીંગમાં શુક્રવાર, શનિવાર, રવિવાર એમ ત્રણ દિવસ બંધ રાખવાનો ફેંસલો લેવાયો છે. ફક્ત દૂધ,શાકભાજી,મેડિકલ,અને હોસ્પિટલ જ શરૂ રહેશે.
6/6
જામનગરઃ જામજોધપુર પંથકમાં વધતા જતા કોરોના કેસોના પગલે જામજોધપુર માર્કેટિંગ યાર્ડ 15 એપ્રિલથી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. વેપારી વેપારી એસોસિએશન અને કમિશન એજન્ટ દ્વારા યાર્ડના સેક્રેટરીને પત્ર લખી યાર્ડ બંધ રાખવાની માગણી કરાઈ હતી.
Sponsored Links by Taboola