Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: છેલાજી રે, મારી હાટું પાટણથી નહીં હવે રાજકોટથી પટોળા લાવજો,જાણો મોદી સરકારે વણકર ભાઈઓ માટે શું લીધો મોટો નિર્ણય
One District One Product: અત્યાર સુધી સાંભળ્યું હતું કે છેલાજી રે, મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો, પણ સમય અને સંજોગો અનુસાર પરિસ્થિતિ બદલાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના પટોડા સોંઘા (સસ્તા) ટકાઉ, ફેન્સી તથા ફેમસ બન્યા છે. રાજકોટના “સિંગલ ઈકત વણાટ” નો સમાવેશ કેન્દ્ર સરકારની “વન ડિસ્ટ્રીક્ટ-વન પ્રોડક્ટ” યોજના અંતર્ગત કરવામાં આવ્યો છે.
રાજકોટના “સિંગલ ઈકત પટોળા” ને કેન્દ્ર સરકાર દ્વારા જી.આઈ.ટેગ પ્રાપ્ત થયો છે.
આ વર્ષ ૭ ઓગસ્ટ હેન્ડલુમ દિવસની ઉજવણી સમયે કેન્દ્ર સરકારની આ પહેલને રાજ્ય સરકારે વધાવી રાજયના હસ્તકલા-હાથશાળ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા વિશેષ આયોજન હાથ ધર્યું અને ગુજરાતના દરેક જિલ્લાના હસ્તકલા હાથશાળમાં પરંપરાગત કળાના વારસાને જીવનદાન આપવા સરકારે જિલ્લાની વિશિષ્ટ કળાને ઓ.ડી.ઓ.પી. જાહેર કરી હતી.
રાજ્યના ઉત્પાદનોની સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓળખ ઊભી થાય તે હેતુથી આ યોજના સમગ્ર રાજ્યમાં અમલી કરવામાં આવી છે.
ઓ.ડી.ઓ.પી યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાની સિંગલ ઈકત વણાટને તેની વિશિષ્ટ કળા તરીકે સમાવિષ્ટ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લાની સિંગલ ઈકત વણાટ કળા વર્ષો જૂની હાથશાળની કળા છે. આ વણાટકળામાં મશીનનો જરા પણ ઉપયોગ કરવામાં આવતો નથી.
ત્રણ પેઢીથી રાજકોટ ખાતે સિંગલ ઈકત વણાટ પટોળાની કળા સાથે જોડાયેલા રાઠોડ પરિવારના ચંદ્રેશભાઇ રાઠોડે કહ્યું હતું કે, સિંગલ ઈકત પટોળાને “રાજકોટી પટોળા” પણ કહેવાય છે.