મેડિકલ ક્ષેત્રમાં કરિયરની બનાવવાની તક, રાજકોટ એઈમ્સમાં આ પદો પર બહાર પડી ભરતી

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) રાજકોટ દ્ધારા પ્રોફેસર, એડિશનલ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ પર ભરતી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) રાજકોટ દ્વારા પ્રોફેસર, એડિશનલ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ પર ભરતી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. જો તમે મેડિકલ ક્ષેત્રમાં પ્રોફેસર કે શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે એક મોટી તક આવી છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) રાજકોટ દ્વારા ફેકલ્ટી પોસ્ટ્સ માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આમાં પ્રોફેસર, એડિશનલ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની કુલ 107 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
2/7
આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો AIIMS રાજકોટની સત્તાવાર વેબસાઇટ aiimsrajkot.edu.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
3/7
પ્રોફેસરની જગ્યા માટે ઉમેદવાર પાસે MD, MS અથવા MDS ડિગ્રી સાથે ઓછામાં ઓછો 14 વર્ષનો અનુભવ હોવો જોઈએ. એડિશનલ પ્રોફેસર માટે 10 વર્ષનો અનુભવ જરૂરી છે. એસોસિયેટ પ્રોફેસર માટે 6 વર્ષનો શિક્ષણનો અનુભવ અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે 3 વર્ષનો અનુભવ ફરજિયાત છે. બધી પોસ્ટ્સ માટે સંબંધિત વિષયમાં અનુસ્નાતક ડિગ્રી જરૂરી છે.
4/7
પ્રોફેસર અને એડિશનલ પ્રોફેસર માટે મહત્તમ વય મર્યાદા 58 વર્ષ છે. જ્યારે એસોસિયેટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે મહત્તમ વય મર્યાદા 50 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત શ્રેણીઓને સરકારી નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. SC-ST શ્રેણીને 5 વર્ષ, OBC શ્રેણીને 3 વર્ષ અને દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળશે.
5/7
આ જગ્યાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને ઉત્તમ પગાર મળશે. પ્રોફેસરને દર મહિને આશરે 1.68 લાખ રૂપિયાથી 2.20 લાખ રૂપિયા સુધીનો પગાર મળશે. એડિશનલ પ્રોફેસરને 1.48 લાખ રૂપિયાથી 2.11 લાખ રૂપિયા, એસોસિયેટ પ્રોફેસરને 1.38 લાખ રૂપિયાથી 2.09 લાખ રૂપિયા અને આસિસ્ટન્ટ પ્રોફેસરને 1.01 લાખ રૂપિયાથી 1.67 લાખ રૂપિયા સુધીનો પગાર મળશે.
6/7
જનરલ અને OBC શ્રેણીના ઉમેદવારો માટે અરજી ફી 3540 રૂપિયા છે. EWS ઉમેદવારોને 2832 રૂપિયા, મહિલા ઉમેદવારોને 1180 રૂપિયા અને SC-ST અને દિવ્યાંગ શ્રેણીના ઉમેદવારોને સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે.
7/7
સૌપ્રથમ AIIMS રાજકોટની સત્તાવાર વેબસાઇટ પર જાવ. ત્યાં આપેલા "ફેકલ્ટી ભરતી" વિભાગ પર જાવ. સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો અને પછી ઓનલાઈન અરજી ફોર્મ ભરો. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને અરજી ફી ચૂકવો.
Sponsored Links by Taboola