વિજયભાઈએ વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે રાજકીય કારર્કિર્દી શરુ કરી, ગુજરાતના 16માં CM સુધીની સફર
વિજયભાઈએ વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે રાજકીય કારર્કિર્દી શરુ કરી, ગુજરાતના 16માં CM સુધીની સફર
વિજયભાઈએ વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે રાજકીય કારર્કિર્દી શરુ કરી
1/6
અમદાવાદ : 12 જૂન ગુરુવારનો દિવસ ગુજરાત અને અમદાવાદ માટે ગોજારો દિવસ સાબિત થયો. ભયાનક પ્લેન ક્રેશમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એર ઈન્ડિયાનું આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. આ વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 મુસાફરો હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા. આ ઘટનામાં તેમનું પણ નિધન થયું.
2/6
વિજય રૂપાણીએ ઓગસ્ટ 2016 થી સપ્ટેમ્બર 2021 સુધી ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ભારતીય રાજકારણમાં તેમની પોતાની અલગ ઓળખ રહી છે.
3/6
વિજયભાઈએ વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે રાજકીય કારર્કિર્દી શરુ કરી હતી. વિજયભાઈનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ બર્માની રાજધાની રંગૂનમાં થયો હતો. 1960માં તેમના પિતા રાજકોટમાં આવ્યા હતા. વિજયભાઈ રુપાણી વિદ્યાર્થી જીવનમાં એબીવીપીમાં જોડાયા હતા.વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે તેમણે રાજકીય કારકિર્દીની શરુઆત કરી હતી.
4/6
વિજયભાઈ 1971માં જનસંઘમાં જોડાયા હતા અને શરુઆતથી જ ભાજપમાં રહ્યા હતા. તેમણે ક્યારેય પોતાની વિચારધારા બદલી નહીં.
5/6
વિજ્યભાઈ ધારાસભ્ય બન્યા, મંત્રી બન્યા, રાજ્યસભા સાંસદ રહ્યા અને બાદમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ કાર્યભાર સંભાળ્યો. 2006થી 2012 સુધી તેઓ રાજ્યસભાના સાંસદ રહ્યા હતા.
6/6
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ તેમની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પુત્ર ઋષભ રૂપાણી હાલ અમેરિકામાં છે અને તેઓ આવતીકાલે 14 જૂન, શનિવારે સવારે 4 વાગ્યે અમદાવાદ પરત ફરશે. ઋષભના આગમન બાદ જ દિવંગત વિજય રૂપાણીની અંતિમવિધિ કરવામાં આવશે.
Published at : 13 Jun 2025 08:18 PM (IST)