તરછોડાયેલા માસૂમ શિવાંશની નટખટ અદાઓની આ મનમોહક તસવીરો
નવરાત્રિની બીજી રાત્રે પિતા શિવાંશને રસ્તે રઝડતો છોડી ગયા ત્યારથી મીડિયામાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. શિવાંશની માસૂમ અને નટખટ અદા ખરેખર મનમોહક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાસૂમ બાળક શિવાંશ હાલ શુક્રવાર રાતથી ચર્ચાંમાં છે. પિતા સચિન દિક્ષિત તેમના પુત્રને પેથાપુર ગૌશાળામાં છોડીને જતાં રહ્યાં બાદ આ ઘટના પર અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.
વડોદરાની ખાનગી કંપનીમાં આસિ.મેનેજર તરીકે નોકરી કરતા સચિન દીક્ષીતે શુક્રવારે સાંજે વડોદરાથી ગાંધીનગર પહોચીને સ્વામિનારાયણ મંદિરની ગૌશાળા પાસે પોતાના 10 મહિનાના બાળકને બિનવારસી હાલતમાં મુકી રાજસ્થાન ભાગી ગયો હતો.
પોલીસે સીસીટીવીના માધ્યમથી વડોદરાના યુવકને રાજસ્થાનથી ઝડપી લીધો હતો. પોલીસે તેમના ઘરે તપાસ કરતા મકાન બંધ મળ્યું હતું
જ્યારે સચિન દિક્ષિતના પાડોશીના જણાવ્યાં મુજબ ટીવી પર જે બાળક બતાવવામાં આવી રહ્યું છે. જે બાળકને ક્યારેય આ પરિવાર સાથે જોવામાં નથી આવ્યું.
સચિન દિક્ષિતને એક પુત્ર છે. તે 4 વર્ષોનો છે. તપાસ કરતા આ મુદ્દે એક મોટો ખુલાસો થયો છે. શિવાંશ સચિનની પ્રેમિકા અને સચિનનું હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર ઘટનામાં પ્રણય ત્રિકોણ સર્જાતા હવે આ મુદ્દે વધુ તપાસ કરતા અને કારણો જાણવા માટે હવે પોલીસ શિવાંશના પિતાની પૂછપરછ કરશે.
સિવાંશના પિતા સાથે મુલાકાત કર્યાં બાદ જ સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકશે
બધી જ સંબંધોની સમસ્યાથી પર બાળ સહજ શિવાંશની અદા
માસૂમ શિવાંશની નટખટ અદાઓ