Snowfall in Shimla: શિમલામાં બરફવર્ષાથી મૌસમ ગુલે ગુલઝાર, છવાઇ સફેદ ચાદર, જુઓ નયનરમ્ય નજારો
હિમવર્ષાના કારણે તાપમાનમાં પણ ઘટાડો થયો છે. જેના કારણે લોકોની અવરજવર પર પણ અસર પડી છે. આ સિવાય પહાડોની રાણી શિમલાની મુલાકાતે આવેલા પ્રવાસીઓના ચહેરા પર ચમક આવી ગઈ છે. સાથે જ રાજ્યના પ્રવાસન વ્યવસાયીઓ પણ ખૂબ જ ઉત્સાહિત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાંબા સમય બાદ ડિસેમ્બરના અંતમાં આવી હિમવર્ષા થઈ રહી છે. આવી સ્થિતિમાં, તે બાગાયતી ખેતી માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત આ હિમવર્ષાથી પ્રવાસન વ્યવસાયને પણ વેગ મળશે
હવામાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર આગામી ચારથી પાંચ કલાક દરમિયાન શિમલા અને આસપાસના વિસ્તારોમાં હળવી હિમવર્ષા સાથે એક કે બે મધ્યમ હિમવર્ષા થવાની સંભાવના છે.
આગામી દિવસોમાં હિલ્સની રાણીમાં શિમલા વિન્ટર કાર્નિવલ પણ શરૂ થવા જઈ રહ્યો છે. આ કાર્નિવલમાં મજા બમણી થઈ ગઈ છે. આ સાથે લોકો વ્હાઇટ ક્રિસમસ સેલિબ્રેશન માણી રહ્યાં છે.
શિમલાના સુરેન્દ્ર ચૌહાણે કહ્યું કે, આ હિમવર્ષા શહેરના લોકો માટે સુખદ સંકેત છે. આ હિમવર્ષાથી સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. આ હિમવર્ષા બાગાયતી ખેતી માટે પણ ફાયદાકારક છે. તેમણે કહ્યું કે, મહાનગરપાલિકા શિમલાની ટીમો ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરી રહી છે, જેથી લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
હિમવર્ષાને પહોંચી વળવા જિલ્લા પ્રશાસને શિમલાને પાંચ સેક્ટરમાં વહેંચી દીધું છે. દરેક સેક્ટરમાં નોડલ ઓફિસર પણ તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કામ યોગ્ય રીતે થઈ શકે.
શિમલામાં જ્યાં નજર જાય ત્યાં બરફની ચાદર છવાઇ ગઇ છે. પ્રવાસીઓ ખાસ કરીને હિમવર્ષાની મોજ માણી રહ્યાં છે.
શિમલામાં ભારે બરફવર્ષાની સાથે થર્ટીફર્સ્ટ અને ક્રિસમના સેલિબ્રેશન માટે આવેલા સેહલાણીઓ ખુશખુશાલ છે અને બરફવર્ષાનો લુપ્ત ઉઠાવી રહ્યાં છે