Snowfall in India:ગુલમર્ગ હોય કે શિમલા, બરફવર્ષાથી પ્રવાસીઓ ખુશખુશાલ,જાણો પહાડોમાં કેવો છે મૌસમનો મિઝાજ
Snowfall in India: લદ્દાખમાં તાજેતરની હિમવર્ષા બાદ પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં ખુશીની લહેર છે. લદ્દાખમાં ઘણી જગ્યાઓ બરફથી ઢંકાયેલી છે, જેને પ્રવાસીઓ માણી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા બાદ પ્રવાસીઓના ચહેરા પર ચમક આવી ગઈ છે. પહાડો પર બરફની ચાદર છવાઇ ગઇ છે, વૃક્ષો ઘરો વાહનો જ્યાં જુઓ ત્યા બરફ જ બરફ જ છવાઇ ગયો છે. કાશ્મીરથી લઈને હિમાચલ સુધી દરેક જગ્યાએ પ્રવાસીઓની ભીડ જોવા મળે છે, જેને બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક લોકો હિમવર્ષોને માણી રહ્યા છે.
કાશ્મીરના શ્રીનગરમાં મંગળવારે શિયાળાની મોસમની બીજી હિમવર્ષા થઈ હતી જ્યારે ખીણના ઊંચા વિસ્તારોમાં છેલ્લા 48 કલાકમાં ભારે હિમવર્ષા નોંધાઈ હતી. ગુલમર્ગમાં પ્રવાસીઓની ભીડ જામી છે અને લોકો સ્કીઇંગની મજા માણી રહ્યા છે. શ્રીનગરના એક અધિકારીએ જણાવ્યું કે મંગલારમાં ગુલમર્ગ, સોનમર્ગ, શોપિયાં, ગુરેઝ, માછિલ અને ખીણના અન્ય પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે.
બારામુલ્લા જિલ્લાના સ્કીઇંગ રિસોર્ટ ગુલમર્ગમાં છેલ્લા 48 કલાકમાં લગભગ 2.5 ફૂટ હિમવર્ષા થઈ છે. આ સ્થળે બુધવારથી ચોથી ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન કરવામાં આવનાર છે. છેલ્લા 24 કલાકમાં શ્રીનગરમાં 29 મીમી જ્યારે કાઝીગુંડમાં 76.8 મીમી વરસાદ નોંધાયો હતો.
હિમાચલ પ્રદેશના કિલર (પાંગી)માં 90 સેમી હિમવર્ષા થઈ છે, જ્યારે ચિત્કુલ અને જાલોરી જોટમાં 45 સેમી, કુકુમસેરી 44 સેમી અને ગોંડલામાં 39 સેમી હિમવર્ષા થઈ છે. હિમવર્ષાએ સૌને ખુશ કરી દીધા છે. સિમલામાં બરફ જોવા માટે બહારના રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓની ઈચ્છા પૂરી થઈ અને હિમવર્ષા જોઈને પ્રવાસીઓ પણ ઉત્સાહિત થઈ ગયા.
હિમવર્ષાનો આનંદ માણવા માટે દિલ્હી, ચંદીગઢ, પંજાબ, હરિયાણા અને ગુજરાત રાજ્યના પ્રવાસીઓ હિમાચલના વિવિધ સ્થળોએ પહોંચી રહ્યા છે. હિમવર્ષાના કારણે શિમલાના ઉંચા વિસ્તારના પહાડો બરફથી ઢંકાઈ ગયા છે.
લદ્દાખમાં તાજેતરની હિમવર્ષા બાદ પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં ખુશીની લહેર છે. લદ્દાખમાં ઘણી જગ્યાઓ બરફથી ઢંકાયેલી છે, જેને પ્રવાસીઓ માણી રહ્યા છે. આ હિમવર્ષાને કારણે એવા ખેડૂતોને પણ રાહત મળી છે જેઓ લાંબા સમયથી શુષ્ક શિયાળા સાથે ઝઝૂમી રહ્યા હતા.
ઉત્તરાખંડમાં હિમવર્ષા બાદ પ્રવાસીઓ ખૂબ જ ઉત્સાહિત છે. અહીં લોકો સ્નોબોલ બનાવીને એકબીજા પર ફેંકતા જોવા મળે છે. અન્ય રાજ્યોમાંથી અહીં આવેલા પ્રવાસીઓનું કહેવું છે કે આ પહેલીવાર છે કે તેમણે આટલો બધો બરફ જોયો છે, જેનાથી આ ટ્રિપ યાદગાર બની રહેશે.