Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Space Photos: મંગળ, ગુરૂ શનિ સહિતના ગ્રહોની તસવીર નાસાએ કરી શેર, જુઓ અદભૂત નજારો
બ્રહ્માંડમાં અનેક આકાશ ગંગા છે, અને આ આકાશ ગંગાની અંદર ઘણી બધા સૂર્યમંડળો છે. સૂર્યમંડળમાં 8 ગ્રહો છે જેમાં પૃથ્વી સ્થિત છે. તો નાસાએ અંતરિક્ષની સુંદર તસવીરો શેર કરી છે.જે નિહાળીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનેપ્ચ્યુન 8મા નંબરે છે. આપણે તેને વરૂણ ગ્રહના નામથી પણ જાણો છો. આ ગ્રહ સંપૂર્ણપણે વાદળી દેખાય છે. નિષ્ણાતો માને છે કે આ કારણ છે કે આ ગ્રહ પર તાપમાન હંમેશા માઈનસમાં રહે છે. અહીંનું તાપમાન એટલું ઓછું છે કે પીગળતું લોખંડ પણ એક ક્ષણમાં બરફમાં ફેરવાઈ જાય છે.
યુરેનસ 7મા નંબરે છે. આ ગ્રહ સંપૂર્ણપણે સફેદ દેખાય છે. તસવીરમાં તમે તેને ઈંડાની જેમ જોઈ રહ્યા હશો. એવું કહેવાય છે કે, આ ગ્રહ પર તાપમાન અત્યંત નીચું રહે છે.
શનિ છઠ્ઠા નંબર પર છે. આ ગ્રહને તેની રિંગથી જ ઓળખી શકાય છે. આ ગ્રહથી વધુ સુંદર કોઇ ગ્રહ દેખાતો નથી.
ગુરુ પાંચમા નંબરે છે. આ આપણા સમગ્ર સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ચિત્રમાં આ ગ્રહ પણ ખૂબ જ સુંદર દેખાઇ છે. જો કે, વૈજ્ઞાનિકો હજુ પણ સંશોધન કરી રહ્યા છે કે શું આ ગ્રહ પર જીવન શક્ય છે કે નહીં.
મંગળ ચોથા નંબરે છે. મનુષ્ય મંગળ પર જીવનની શોધમાં છે. જો કે, આ લાલ ગ્રહ વિશે મનુષ્યને હજુ ઘણું જાણવાનું બાકી છે
આપણી પૃથ્વી ત્રીજા નંબરે છે. સમગ્ર સૌરમંડળમાં પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં જીવન શક્ય છે. જો કે, આ ગ્રહ કેવી રીતે બન્યો તે હજુ સુધી જાણી શકાયું નથી.
શુક્ર બીજા સ્થાને છે. કેટલાક લોકો તેને ધ મોર્નિંગ સ્ટાર પણ કહે છે. કારણ કે તેને વહેલી સવારે પણ આકાશમાં જોઇ શકાય છે. આ ગ્રહ પર સલ્ફ્યુરિક એસિડ અને કાર્બન ડાયોક્સાઈડ મોટી માત્રામાં જોવા મળે છે.
બુધ નંબર વન પર છે. તે સૂર્યની ખૂબ નજીક છે. આ જ કારણ છે કે આ ગ્રહનું તાપમાન ખૂબ વધારે છે.