Har Ghar Tiranga: સુરતમાં દુકાનદારે બનાવી તિરંગી મીઠાઈ, સેનાના જવાનોને આજીવન 50 ટકા ડિસ્કાઉન્ટ

આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ, ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણીમાં લોકોને તિરંગો ઘરે લાવવા અને તેને ફરકાવવા પ્રોત્સાહિત કરવા માટે હર ઘર તિરંગા અભિયાન 13 થી 15 ઓગસ્ટ સુધી ચાલશે.

સુરતની મીઠાઈ શોપ

1/5
આ દરમિયાન સુરતમાં એક મીઠાઈના દુકાનદારે સંરક્ષ કર્મચારીઓ માટે આજીવન 50 ટકા ડિસ્કાઉન્ટની ઓફર કરી છે.
2/5
દુકાનદારના કહેવા મુજબ PM મોદીની 'હર ઘર તિરંગા' પહેલને ધ્યાનમાં રાખીને, અમે અમારી દુકાનને ધ્વજથી ભરી દીધી છે. આઝાદીના અમૃતને તહેવારમાં વધુ રંગોથી ભરી શકાય તે માટે અમે આ પહેલ કરી છે.
3/5
આ ઉપરાંત, જો કોઈ જવાન આ દુકાન પર આવે છે, તો અમે તેમને સ્વીટ પર 50% ડિસ્કાઉન્ટ આપીશું. આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓને આ ઓફર આપવામાં આવશે.
4/5
આ યોજના આપણ તમામ બહાદુર સૈનિકો માટે લાગુ કરવામાં આવી છે, પછી ભલે તેઓ નિવૃત્ત થયા હોય તેમ દુકાનદારે કહ્યું હતું.
5/5
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ
Sponsored Links by Taboola