સુરતના બારડોલીમાં 2 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી
સુરતના બારડોલીમાં છેલ્લા 2 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે અનેક રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. શહેરના સામરિયા મોરા વિસ્તારમાં પાણી ભરાયા હતા.
Continues below advertisement
સુરતના બારડોલીમાં છેલ્લા 2 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો
Continues below advertisement
1/6
સુરતના બારડોલીમાં છેલ્લા 2 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે અનેક રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. શહેરના સામરિયા મોરા વિસ્તારમાં પાણી ભરાયા હતા. બારડોલીના જે.પી.નગરમાં પણ પાણી ભરાયા હતા.
2/6
નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ચીખલી અને ખેરગામમાં 2 કલાકમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. વાંસદા અને ગણદેવીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. નવસારી શહેરમાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. મંકોડિયા, જુનાથાણા, પેશન્ટ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
3/6
નવસારીના ચીખલીના આમધરા ગામમાં સ્કૂલમાં પાણી ભરાયા હતા. શાળામાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળા પ્રવેશોત્સવ પહેલા પાણી ભરાતા સમસ્યા વધી હતી.
4/6
સુરત જિલ્લાના ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કુડસદ જીઆઈડીસીમાં પાણી ભરાયા હતા. રસ્તા પર કેડસમા પાણી ભરાયા હતા. અંકુર શોપિંગ સેન્ટરની દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા. નોકરીયાતો અને ધંધાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
5/6
બારડોલી અને ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કીમ ગામ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. અમૃતનગર, વૈભવ લક્ષ્મી કોમ્પ્લેક્સ પાસે પાણી ભરાયા હતા. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, વલસાડમાં વરસાદ વરસી રહ્યો છે. સવારે 6થી 8માં બારડોલીમાં સૌથી વધુ 3.27 ઈંચ વરસાદ, સુરતના મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ, સુરતના કામરેજમાં 2.09 ઈંચ વરસાદ વરસ્યો હતો.
Continues below advertisement
6/6
સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારના રસ્તાઓ પર ખાડીપૂરના પાણી ફરી વળ્યા છે. તો અનેક સોસાયટીઓમાં પણ જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ખાડીપુરથી અસરગ્રસ્તોની મદદે પ્રશાસન આવ્યું છે. અસરગ્રસ્ત લોકો સુધી પીવાનું પાણી, જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ઉપરાંત અન્ય સેવા પહોંચાડવાની સૂચના અપાઈ છે.
Published at : 26 Jun 2025 09:42 AM (IST)