વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, પ્રશાસનના પાપે શહેરમાં ભરાયા પાણી
ઉમરગામ તાલુકાના સારીગામ અને સંજાણ ગામમાં પણ વરસાદ ખૂબ જ ઘણો થયો હતો. વરસાદના કારણે બજારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને છત્રી અને રેનકોટનો ઉપયોગ કરવો પડ્યો હતો. ઘણા લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલસાડ શહેરમાં ગુરુવાર મધ્યરાત્રિથી શુક્રવાર સવાર સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ થયો હતો. વરસાદના કારણે શહેરના મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતું. ઘણા અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા જ્યાં પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ નથી.
વરસાદ ધીમો થતાં હવે રાહત મળી છે. વહેલી સવારે વરસાદના કારણે સમગ્ર વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ગુજરાતમાં ચોમાસા માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજથી ચોમાસું ફરી સક્રિય થશે અને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થશે.
11 જૂને ચોમાસું નવસારીમાં પ્રવેશ્યું હતું, પરંતુ નબળી સિસ્ટમના કારણે તે આગળ વધી શક્યું નહોતું.
હવે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે 25 જૂન સુધીમાં અમદાવાદમાં મૂશળધાર વરસાદ થવાની શક્યતા છે.