Surat Rains: સુરતમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, ઠેર ઠેર ભરાયા પાણી, જુઓ તસવીરો
સમી સાંજે અચાનક પવન સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરમાં ઠંડક પ્રસરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના અઠવાગેટ , પાર્લે પોઇન્ટ, પીપલોદ, મજુરાગેટ, ઉધના દરવાજા ,વેસુ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
ઉપરાંત રાંદેર, અડાજણ, ચોક બજાર, નાનપુરા, ઉધના, ભેસ્તાન ,પાંડેસરા, દિલ્હી ગેટ, કતારગામ સહીતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો હતો.
સુરતમાં 2 કલાકમાં જ 4 ઈંચ વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. રવિવારની રજા હોવાથી પરિવાર સાથે ફરવા નીકળેલા લોકો અટવાઈ ગયા હતા.
વરાછા ગરનાળું પાણીથી ભરાઈ ગયું હતું. સુરત વરાછા મેઇન રોડ, બરોડા પ્રિસ્ટેજ, હીરાબાગ, કાપોદ્રામાં પાણી ભરાયા હતા.
વરસાદના કારણે પાણી ભરાઈ જતાં ઠેક ઠેકાણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.ઘણી જગ્યાએ બોટ ફરતી થઈ જાય તેટલું પાણી ભરાયું હતું.
સુરતના ઘણા વિસ્તારમાં લોકોએ વરસાદમાં નહાવાની મજા માણી હતી.