સુરતનો અનોખો મોદી પ્રેમી, જેગુઆર કારને તિરંગા રંગમાં રંગી લખ્યું મૈં હું મોદી કા પરિવાર
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે રાજકીય માહોલ બરાબરનો જામ્યો છે. ગુરુવારે પીએમ મોદી ચૂંટણી સભા ગજવીને દિલ્હી પરત ફર્યા હતા.
આ દરમિયાન સુરતમાં એક અનોખો મોદી ભક્ત જોવા મળ્યો છે.
1/7
આગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે તમામ પાર્ટીઓ પોતપોતાના પાર્ટી માટે પ્રચાર પ્રસાર કરી રહ્યું છે. ત્યારે જેતે પાર્ટીના કાર્યકર્તા હોય કાંતો પછી પાર્ટીને પસંદ કરનાર લોકો પણ પોતપોતાની રીતે પ્રચાર પ્રસારમાં જોડાયા છે.
2/7
સુરતના સિદ્ધાર્થ દોષીએ તેમના કાર ર મેં હું મોદી કા પરિવાર લખ્યું છે. તેમણે પોતાની જેગુઆર કાર અનોખી રીતે શણગારી દીધી છે.
3/7
આ વેપારી આ રીતે અનોખો પ્રચાર કરી રહ્યા છે. કાર પર મોદી હૈ તો મુમકીન હૈ, રામ મંદિર નિર્માણ, મેં શાસન મેં નહી સેવા કરતા હું જેવા સૂત્રો લખ્યા છે.
4/7
આ ઉપરાંત કલમ 370, ત્રિપલ તલાક પણ લખ્યું છે.
5/7
તેઓ મોદી સરકારના કામોથી ખૂબ જ પ્રભાવિત થઈ મોદી સરકાર માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.
6/7
સિદ્ધાર્થ દોશી આ અગાઉ રામ મંદિર, જી20 અને ચંદ્રયાનની થીમ પર જેગુઆર કારને પેઇન્ટ કરાવી ચુક્યા છે.
7/7
સિદ્ધાર્થ દોશી
Published at : 03 May 2024 04:31 PM (IST)