કોળી સમાજે ટિકટોક સેલિબ્રિટી કીર્તિ પટેલ વિરુદ્ધ મોરચો કાઢ્યો

Koli Samaj protest: સુરત પોલીસ કમિશનર કચેરી સામે આજે કોળી સમાજના સભ્યોએ મોરચો કાઢ્યો હતો.

Kirti Patel controversy: આ મોરચાનું મુખ્ય કારણ ટિકટોક સેલિબ્રિટી કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ કાર્યવાહીની માંગ હતી.

1/5
કોળી સમાજના પ્રતિનિધિઓએ પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
2/5
તેમાં મુખ્યત્વે ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓનો મુદ્દો હતો.
3/5
સમાજના આગેવાનોએ આરોપ મૂક્યો કે કીર્તિ પટેલ અને રામદાન ગઢવીએ ઋષિ ભારતી બાપુને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.
4/5
આવેદનપત્રમાં કીર્તિ પટેલ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
5/5
ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ હાલમાં કાપોદ્રા પોલીસ મથકમાં વોન્ટેડ છે. કોળી સમાજે તેની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે.
Sponsored Links by Taboola