જુઓ Suratમાં બનેલા દેશના સૌથી પહેલા થ્રી લેયર ફ્લાયઓવર બ્રિજના શાનદાર Photos
Surat Multi Layer Flyover Bridge : સુરતમાં આજે દેશના સૌથી પહેલા થ્રી લેયર ફ્લાયઓવર બ્રિજનું સી આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજ સુરતનો સૌથી ઊંચો અને દેશનો સૌપ્રથમ મલ્ટી લેયર -થ્રી લેયર બ્રિજ છે.
સહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજનું નિર્માણ રૂ.133.50 કરોડના ખર્ચે બનાવાવમાં આવ્યો છે.
સહારા દરવાજા મલ્ટી લેયર - થ્રી લેયર બ્રિજને કારણે રિંગ રોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યાનો અંત આવશે.
સહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજથી રિંગ રોડ ફ્લાઈઓવર બ્રિજ પરથી થઇને સુરત-કડોદરા રોડ તરફ રેલવે ક્રોસિંગ પર કરીને જય શકાશે.
આ બ્રિજના સ્ટ્રક્ચરની વાત કરીએ તો બ્રિજની લંબાઈ 2.5 કિલોમીટર છે. આ સાથે જ તે સુરતનો સૌથી ઊંચો બ્રિજ છે.
સહારા દરવાજા મલ્ટી લેયર બ્રિજથી 15 લાખ નાગરિકોને સીધો ફાયદો થશે.