વલસાડમાં વધુ એક બ્રિજમાં ખૂલી ભ્રષ્ટાચારની પોલ, નિર્માણાધીન અટલ સેતુનો ભાગ ધસી પડ્યો
Valsad News: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં નિર્માણાધીન અટલ સેતુનો એક ભાગ આજે અચાનક નમી ગયો, જેના કારણે આ પ્રોજેક્ટની ગુણવત્તા અને સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
Valsad Bridge Collapse: 9.5 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ 126 મીટર લાંબા અને 5.5 મીટર પહોળા પુલના પિલર અને એપ્રોચનો ભાગ ધસી પડ્યો હતો.
1/6
ઘટના સમયે સ્થળ પર કોન્ટ્રાક્ટરના કોઈ પ્રતિનિધિ હાજર ન હતા. ચોમાસાને કારણે હાલ બ્રિજનું કામ બંધ કરવામાં આવ્યું હતું.
2/6
આ પુલનું ખાતમુહૂર્ત 2022માં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
3/6
તેનો મુખ્ય હેતુ પ્રવાસન સર્કિટ વિકસાવવાનો અને વિસ્તારનો વિકાસ કરવાનો હતો.
4/6
વલસાડ માર્ગ અને મકાન વિભાગ આ પ્રોજેક્ટની દેખરેખ રાખી રહ્યું હતું અને હવે આ ઘટના અંગે રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે.
5/6
આ ઘટના રાજ્યભરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની ગુણવત્તા અંગે ચિંતા ઉભી કરે છે.
6/6
ઘણા લોકો પૂછી રહ્યા છે કે ગુજરાતમાં વિકાસના નામે બનતા પુલો કેમ તૂટી રહ્યા છે.
Published at : 04 Aug 2024 04:58 PM (IST)