Surat Corona Cases: રાજ્યના આ જાણીતા શહેરની સિવિલ હોસ્પિટલના ગેટ પર બાઉન્સર ગોઠવવામાં આવ્યા
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પ્રવેશ દ્વાર પર બાઉન્સર ગોઠવવામાં આવ્યા
1/6
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં સતત ચોથા દિવસે 14 હજારથી વધારે કેસ નોંધાયા હતા. રાજ્યમાં અમદાવાદ અને સુરતની હાલત સૌથી ખરાબ છે.
2/6
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પ્રવેશ દ્વાર પર બાઉન્સર ગોઠવવામાં આવ્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવના કારણે કોવિડ દર્દીઓને લેવામાં આવતા નથી..
3/6
દર્દીના સગાઓ દ્વારા સિક્યુરિટી ગાર્ડ અને ડોક્ટર સાથે માથાકૂટ કરવામાં આવે છે. ઉપરાંત વધુ ભીડ કરવાના કારણે કોરોના સંક્રમણ વધવાનો ભય છે. જેના કારણે નવી સિવિલ તંત્ર દ્વારા બાઉન્સર ગોઠવવામાં આવ્યા છે.
4/6
બુધવારે સુરત શહેરમાં 1764 અને જિલ્લામાં 352 કેસ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 2116 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 110890 થઈ ગઈ છે. બુધવારે શહેરમાંથી 16 અને જિલ્લામાંથી 4 મળી 20 દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન સત્તાવાર મોત નોંધાયા છે.
5/6
અત્યાર સુધીમાં સુરત-શહેર જિલ્લામાં 86751 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. સતત વધી રહેલા પોઝિટિવ કેસને પગલે એક્ટિવ કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 22422 થઈ ગઈ છે.
6/6
સિવિલ હોસ્પિટલના ગેટ પર બાઉન્સરને જોઈને ઘણા લોકોને આશ્ચર્ય પણ થયું હતું.
Published at : 29 Apr 2021 11:19 AM (IST)