Divya Darbar Photo: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં ઉમટ્યો માનવ મહેરામણ, તસવીરોમાં જુઓ ભવ્ય નજારો
Divya Darbar Photo: સુરતમાં હાલમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ચાલી રહ્યો છે. તેમાં હજારોની સંખ્યામાં લોકો હાજરી આપવા પહોંચ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન બાબાએ પોતાના પ્રવચનની શરુઆત કરતા કહ્યું કે, જે રીતે ગુજરાતના લોકો આ રીતે એકઠા થઈ જશે ત્યારે ભારત તો શું પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઈશું.
ગુજરાતની ભક્તિમય ધરતીને હું પ્રણામ કરુ છું. એક વાત તમે તમારી જીંદગીમાં યાદ રાખજો, ન તો હું તમારી પાસે માન લેવા આવ્યો છુ, ન તો ધન લેવા આવ્યો છું, ન તો હું તમારી પાસે સન્માન લેવા આવ્યું છું. હું મારા ખિસ્સામાંથી તમને હનુમાન દેવા આવ્યો છું.
તેમણે વધુમાં કહ્યું કે, ભારત હિન્દુ રાષ્ટ્ર હતુ છે અને રહેશે. જે લોકો કહે છે કે, સંતો પાખંડ કરે છે તેમને હું કહી દઉ કે, તમારી ઠાઠરી નિકળશે. જો કોઈને શંકા હોઈ તે બાગેશ્વર ધામ આવી જાય. હું કોઈને ભડકાવવા નથી આવ્યો પરંતુ તમને જગાડવા આવ્યો છું. જ્યાં સુધી ગુજરાતના લોકો રામમય નઈ થઈ જાય ત્યા સુધી હું ગુજરાતનો પીછો નહીં છોડું.
સુરતના લીંબાયત સ્થિત નીલગીરી ગ્રાઉન્ડમાં આ દિવ્ય દરબાર ભરાયો છે.
પત્રકારો સાથે વાત કરતા બાબાએ કહ્યું કે, ગુજરાતમાં આવી ખુબ આનંદ થયો. વિશ્વમાં સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર કરવાનો છે. ગુજરાતમાં મને મારો પરિવાર મળ્યો. હું કોઈ રાજકિય પાર્ટીમાં નથી,હુ બજરંગબલી પાર્ટીથી છું. તમામ પાર્ટીના લોકો અમારા શિષ્ય છે.
image 7
લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં યોજાનારા બે દિવસીય દરબારમાં ત્રણ લાખથી વધુ લોકો ઉમટશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.