Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ઉત્તરાયણ પર સુરતીઓએ સવારથી જ લડાવ્યા આકાશી પેચ, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના અનેક ધાબા પર લોકો સવારથી જ ઉત્તરાયણની મોજ માણવા ઉમટી પડ્યા હતા.
ખાણી-પીણીની સાથે તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા માટે જાણીતા સુરતીઓ કોરોનાની મહામારી વચ્ચે પણ ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે.
સુરતમાં મોટા ભાગના તહેવારોની બે દિવસ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ઉત્તરાયણની બે દિવસ રંગેચંગે ઉજવણી કરાઈ છે. જો કે, આ વખતે કોરોનાની મહામારીને પગલે લાઉડ સ્પીકર અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થવા પર પ્રતિબંધ હોવાથી ઉજવણીનો માહોલ થોડો ફિક્કો પડ્યો છે.
ગુજરાતમાં આજે ઉત્તરાયણના પર્વને લઇ પતંગ રસિયામાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત, અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં સવારથી જ લોકો ધાબા પર પહોંચી ગયા છે અને આકાશી પેચ લડાવી રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે પવનની ગતિ સામાન્ય રહશે. પ્રતિ કલાકે વધુમાં વધુ પ્રતિકલાકે 15 કિલોમીટરની રહી શકે છે. જ્યારે ઉતરપૂર્વના પવન ફૂંકાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -