PHOTOS: રામમંદિરમાં સ્થાપિત રામલલાની અચલ મૂર્તિની તસવીર થશે શેર, નિહાળો મનમોહક મૂરત
Ayodhya RaM Mandir: રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની તસવીર VHPના મીડિયા પ્રભારી શરદ શર્માએ શેર કરી છે. નિજ મંદિરમાં શ્યામ વર્ણના રામલલાની સ્થાપના કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની સ્થાવર પ્રતિમાની તસવીરો વિશ્વ હિન્દુ પરિષદે શેર કરી છે. VHPના મીડિયા પ્રભારી શરદ શર્મા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરોમાં રામલલાની આંખો પર હજુ પણ પટ્ટી બાંધેલી છે, જેને પ્રાણ પ્રતિષ્ઠા બાદ હટાવી દેવામાં આવશે.
રામલલાની આ 51 ઈંચ ઊંચી પ્રતિમા કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. હાલમાં ગર્ભગૃહમાં સ્થાપિત મૂર્તિની વૈદિક વિધિ ચાલી રહી છે.
અરુણ યોગીરાજે નેપાળની ગંડક નદીમાંથી લાવેલા પથ્થરોથી આ પ્રતિમા તૈયાર કરી છે. શ્યામ રંગની આ પ્રતિમા બે મહિનામાં પૂર્ણ થઈ હતી.અરુણ યોગીરાજના કહેવા પ્રમાણે, જો તમે આ પ્રતિમાને 20 સેકન્ડ ધ્યાનથી જોશો તો રામલલા હસતા જોવા મળશે.
રામલલાની આ સ્થાવર પ્રતિમા કમળના ફૂલ પર સ્થાપિત કરવામાં આવી છે. સિંહાસનની સાથે તેની ઊંચાઈ 8 ફૂટ હશે. તમને જણાવી દઈએ કે આ મૂર્તિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ વૈદિક વિદ્વાનોની હાજરીમાં પવિત્ર કરશે
22 જાન્યુઆરીએ અભિષેક થયા બાદ અયોધ્યાનું ભવ્ય રામ મંદિર 23 જાન્યુઆરીથી સામાન્ય ભક્તો માટે ખૂલશે. જોકે, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ અયોધ્યામાં રામભક્તોની ભીડ જામી છે. દેશના ખૂણે-ખૂણેથી ભક્તો અયોધ્યાધામ પહોંચી રહ્યા છે.