આઇકોનિક અટલ બ્રીજનું PM મોદી કરશે ઉદઘાટન, જાણો શું છે તેની લાક્ષણિકતા
આ આઇકોનિક ફૂટ ઓવર બ્રીજ 74 કરોડના ખર્ચે તૈયાર થયો છે. આ બ્રીજ અમદાવદ માટે નવું નજરાણું બની રહેશે,
આઇકોનિક ઓવરબ્રીજનું લોકાર્પણ
1/7
Pm મોદી આજે 2:30 અમદાવાદ આવશે અને ઈ- લોકાર્પણ કરીને જાહેર જનતા માટે અટલ બ્રીજને ખુલ્લો મૂકશે.
2/7
આ આઇકોનિક ફૂટ ઓવર બ્રીજ 74 કરોડના ખર્ચે તૈયાર થયો છે. આ બ્રીજ અમદાવદ માટે નવું નજરાણું બની રહેશે, બ્રીજથી અમદાવાદી સાબરમતી નદીની મોજ માણી શકશે.
3/7
અટલ બ્રિજ સાબરમતીના પશ્ચિમ કાંઠે ફ્લાવર ગાર્ડન તથા ઈવેન્ટ ગ્રાઉન્ડ વચ્ચેના પ્લાઝામાં થઈ પૂર્વ કાંઠે બનનાર એક્ઝીબિશન/કલ્ચર/આર્ટ સેન્ટરને જોડવામાં મદદરૂપ બનશે.
4/7
બ્રીજની કુલ લંબાઈ ૩૦૦ મીટર છે, બ્રિજની કુલ લંબાઈ 300 મીટર છે, જ્યારે વચ્ચેનો સ્પાન 100 મીટર છે. છેડેના ભાગે પહોળાઈ 10 મીટર તેમજ બ્રિજના વચ્ચેના ભાગે પહોળાઈ 14 મીટર છે.
5/7
બ્રીજના વચ્ચેના ભાગે વુડન ફ્લોરિંગ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના ભાગે ગ્રેનાઈટ ફ્લોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ છે.
6/7
વચ્ચેના ભાગે ફૂડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાન્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.
7/7
ડાયનેમિક કલર ચેન્જ થઈ શકે તેવું એલ.ઈ.ડી. લાઈટિંગ બ્રિજને આગવો લૂક આપે છે, ઉનાળામાં ઠંડક માટે મિસ્ટિંગ સિસ્ટમ પણ છે.
Published at : 27 Aug 2022 02:02 PM (IST)