World Expensive Train Ticket: આ દેશોમાં ટ્રેનની ટિકિટની કિંમત એટલી કે તમે ખરીદી શકો છો એક નવી કાર, જુઓ લિસ્ટ
World Expensive Train Ticket: ભારતમાં ચાલતી મહારાજા એક્સપ્રેસ વિશ્વની સૌથી મોંઘી ટ્રેન છે. આ ટ્રેનમાં એક વ્યક્તિનું ભાડું 2 લાખ 77 હજાર 210 રૂપિયા છે. આ ટ્રેન દિલ્હીથી ચાલે છે અને 7 સ્થળોની યાત્રા પૂરી કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગોલ્ડન ઇગલ ટ્રાન્સ-સાઇબેરીયન એક્સપ્રેસ પ્રખ્યાત ટ્રાન્સ-સાઇબેરીયન રેલ્વે એક ખૂબ જ મોંઘી ટ્રેન છે. જેમાં એક માણસનું ભાડું 1 લાખ 75 હજાર 416 રૂપિયા છે. આ રશિયાની સૌથી મોંઘી ટ્રેન છે.
સ્કોટલેન્ડની રોયલ સ્કોટ્સમેન લક્ઝરી ટ્રેન મુસાફરોને સ્કોટિશ હાઇલેન્ડની યાત્રા કરાવે છે. તેમાં હોટલ જેવું જમવાનું છે. તેની કિંમત 1 લાખ 74 હજાર 138 રૂપિયા છે.
દક્ષિણ આફ્રિકાની રોવોસ રેલ પ્રાઇડને આફ્રિકાની સૌથી ભવ્ય ટ્રેનોમાંની એક ગણવામાં આવે છે. આમાં ટિકિટની કિંમત 1 લાખ 69 હજાર 968 રૂપિયા છે.
યુરોપની વેનિસ સિમ્પલોન ઓરિએન્ટ એક્સપ્રેસ એક લક્ઝરી ટ્રેન છે. આમાં ટિકિટની કિંમત 1 લાખ 55 હજાર 624 રૂપિયા છે.
ઈસ્ટર્ન એન્ડ ઓરિએન્ટલ એક્સપ્રેસ એશિયામાં ખૂબ જ વૈભવી ટ્રેન છે. આમાં ટિકિટની કિંમત 1 લાખ 29 હજાર 673 રૂપિયા છે.
ડેન્યુબ એક્સપ્રેસ એક લક્ઝરી ટ્રેન છે જે મુસાફરોને યુરોપના પ્રવાસે લઈ જાય છે. આમાં ટિકિટની કિંમત 1 લાખ 25 હજાર 739 રૂપિયા છે.