ઉપરવાસમાં ભારે વરસાદથી ડભોઈની ઢાઢર નદીમાં પૂર, મુખ્ય માર્ગો પર ફરી વળ્યા પાણી
વડોદરાના ડભોઈ તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઢાઢર નદીમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના પાણીથી આઠથી વધુ ગામો પ્રભાવિત થયા હતા.
ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના પાણીથી આઠથી વધુ ગામો પ્રભાવિત થયા હતા
1/5
વડોદરાના ડભોઈ તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઢાઢર નદીમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના પાણીથી આઠથી વધુ ગામો પ્રભાવિત થયા હતા. ડભોઈ તાલુકાના ડંગીવાડા, પ્રયાગપુરા, નારણપુરા, મગનપુરા, વિરપુરા, બંબોજ, કરાલીપુરા, અમરેશ્વર સહિતના ગામના મુખ્ય માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા હતા. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદીમાં પાણીના જળસ્તરમાં વધારો થયો છે.
2/5
વડોદરાના ડભોઈના ઉપરવાસમાં ભારે વરસાદથી ઢાઢર નદીમાં પૂર આવ્યા હતા. ઢાઢર નદીના પાણી ડભોઈ તાલુકાના 7થી 8 ગામના માર્ગો પર ફરી વળ્યા હતા.
3/5
તાપી જિલ્લામાં સતત બીજા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. સવારે બે કલાકમાં તાપીના કુકરમુંડામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. વ્યારા- સોનગઢ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.
4/5
અવિરત વરસાદના કારણે નદીની કોતરોમાં ભરપૂર પાણીની આવક થઇ રહી છે. કુકરમુંડા તાલુકાના ઈટવાઈથી ફૂલવાડી માર્ગ પર પાણી ફરી વળતા બંધ કરાયો હતો. માર્ગ બંધ થતા કુકરમુંડા તાલુકાના છ ગામ સંપર્ક વિહોણા બન્યા હતા.
5/5
મહીસાગરમાં ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા હતા. લુણાવાડામાં નાની પાલ્લી ગામનું તળાવ ઓવરફ્લો થયું હતું. તળાવ ઓવરફ્લો થતા રોડ પર પાણી ફરી વળ્યા હતા. મોડાસા સ્ટેટ હાઈવેને જોડતો ગામનો રસ્તો બંધ થયો હતો.
Published at : 25 Jun 2025 11:55 AM (IST)