Vadodara: ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ તસવીરો
વડોદરામાં 4 જેસીબી દ્વારા સહકાર નગર ની દમ મદાર બેડા પાર ની જગ્યાનું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રધાનમંત્રી આવાસ યોજનાની સહકાર નગર ખાતે મંજૂરી આપવામાં આવી છે. પી.એમ આવાસ બનવાની કાર્યવાહી હાથ ધરાઈ એ પહેલાં દમ મદાર બેડા પાર નામના પીરની જગ્યા તોડી પાડવામાં આવી.
સયાજી ગંજ વિસ્તારમાંથી રોડ રસ્તા પર આવેલી મજાર તોડી નાખ્યા બાદ કોર્પોરેશન દબાણ શાખાની ટીમ તાંદલજા વિસ્તાર પહોંચી હતી.
દમ મદાર બેડા પાર ની જગ્યા નું દબાણ તોડી પાડવામાં આવ્યું ત્યારે કેટલીક સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો હતો.
કોર્પોરેશન દબાણ શાખાની ટીમ જેસીબી સહિતના લાવ લશ્કર સાથે સહકાર નગર પહોંચી હતી. પોલીસ કાફલા સાથે પહોંચીને કાર્યવાહી કરી હતી.
તાંદલજા લઘુમતી કોમનો વિસ્તાર હોવાથી કોર્પોરેશન તંત્ર સાવચેતી રાખી રહ્યું છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું ધ્યાન રાખ્યું છે.
2016 માં તાંદલજા વિસ્તારનું સહકાર નગર કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ ધાર્મિક સ્થળ હોવાના કારણે દુધિયા પીર દરગાહ તોડાઈ નહોતી.
પોલીસ કાફલા સાથે વડોદરાના મેયર કેયુર રોકડિયા પણ સ્થળ પર હાજર રહ્યા હતા.