વડોદરા શહેર હજુ પણ જળમગ્ન, સેનાની ટીમે સંભાળ્યો મોરચો, હેલિકોપ્ટરથી પહોંચાડાયા ફૂડ પેકેટ
વડોદરા શહેરમાં હજુ પણ પાણી ભરાયેલા છે. જોકે વડોદરા શહેર પરથી સંકટ ઓછું થયું છે. વિશ્વામિત્રી નદીની જળ સપાટી 35.50 ફૂટ પર પહોંચી હતી. સતત ત્રીજા દિવસે અડધા વડોદરામાં પાણી ભરાયેલા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજવા સરોવરના દરવાજા બંધ કરાયા બાદ પણ સ્થિતિમાં સુધારો થયો નથી. હજુ પણ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. શહેરના અનેક વિસ્તારોમાં 48 કલાકથી વીજકાપ છે. લોકો પોતાના ઘરોમાં રહેવા માટે મજબૂર થયા છે
વડોદરાની પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને આર્મીની રાહત અને બચાવ કામગીરી માટે મદદ લેવામાં આવી છે. સેનાની ટીમે વડોદરામાં મોરચો સંભાળ્યો હતો. સેનાના હેલિકોપ્ટરની મદદથી ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી શહેરમાંથી 6 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે
હાલમાં વિશ્વામિત્રી નદી 32.50 ફૂટની સપાટીએ વહી રહી છે જે ભયજનક લેવલથી 5 ફૂટ વધુ છે. કાલાઘોડા બ્રિજ પરથી પાણી ઓસર્યા હતા. જો વધુ વરસાદ ના આવે તો આજે સાંજ સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં આવે તેવી શકયતા છે. હજુ પણ નીચાણવાળા વિસ્તારમાં જીવન જરુરીયાતની ચીજવસ્તુઓ પહોંચી રહી નથી.
વડોદરામાં આરોગ્ય વિભાગની ટીમ પણ સતર્ક બની છે. વિવિધ વિસ્તારોમાં મેડિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યા હતા. લોકોની આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. વર્તમાન પરિસ્થિતિમાં નાગરિકોની સલામતી સાથે સ્વાસ્થ્યની સંભાળ રાખવામાં આવી રહી છે.
ભરૂચના આમોદમાં ઢાઢર નદીના પાણીએ ખેડૂતોને બરબાદ કર્યા હતા. આમોદ તાલુકામાં ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો બરબાદ થયા હતા. દાદાપોર, કોબલા, મંજુલા, વાસણા ગામમાં ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર સર્વે કરી સહાય ચૂકવે.