Vadodara : કોરોના કાળમાં લગ્નની પાર્ટીમાં કઈ જાણીતી અભિનેત્રીએ હિન્દી ગીતો પર લગાવ્યા ઠૂમકા? થયો રૂપિયાનો વરસાદ
તસવીરઃ અભિનેત્રી મમતા સોનીએ હિન્દી ફિલ્મોના ગીતો પર સ્ટેજ પર ડાન્સ કર્યો હતો.
1/4
વડોદરાઃ ગુજરામાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે રાજ્યમાં ફરી એકવાર નિયમો કડક કરવામાં આવ્યા છે અને રાજકીય-સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમજ લગ્ન પ્રસંગમાં ફ્કત 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. જોકે, વડોદરોના પાદરામાં આ ગાઇડલાઇનના લીરે લીરા ઉડ્યા હતા. ગુજરાતી અભિનેત્રી મમતા સોનીએ લગ્નની પાર્ટીમાં જાહેરમાં ડાન્સ કર્યો હતો. આ સમયે 400 લોકો ઉપસ્થિત હતા. તેમજ તેમણે કોરોનાના નિયમોનો ઉલાળ્યો કર્યો હતો.
2/4
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગઈ કાલે પાદરાના ટાવર રોડ પર રહેતા ફારૂક મલેકની દીકરીના લગ્ન પ્રસંગમાં 400 માણસ ડભાસા રોડ પરના રંગ ફાર્મમાં ભેગા થયા હતા. પાદરા પોલીસે સોશ્યલ ડિસ્ટનસિંગનો ભંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ની કલમ હેઠળ કાર્યવાહી કરી છે.
3/4
અભિનેત્રીએ હિન્દી ફિલ્મોના ગીતો પર સ્ટેજ પર ડાન્સ કર્યો હતો. આ સમયે આસપાસના લોકોએ માસ્ક પણ પહેર્યું નહોતું અને સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થયો હતો.
4/4
એટલું જ નહીં, ગાઇડલાઇન કરતાં અનેકગણા લોકો પણ ભેગા કરવામાં આવ્યા હતા. પોલીસે તપાસ કરતાં ત્યાં ટોળું હાજર હતું. કોઈ પણ જાતની પરવાનગી લેવામાં આવી નહોતી. જેથી તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Published at : 10 Apr 2021 09:59 AM (IST)