Vadodara: વિશ્વામિત્રી નદીના પાણીથી વડોદરામાં પૂરની સ્થિતિ, 300 મકાન ડૂબ્યા
વડોદરામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જે બાદ વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે. વડોદરાના અનેક રસ્તાઓ પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યાં છે. સમા ઊર્મિ બ્રિજથી અમિતનગર સર્કલ સુધી વિશ્વામિત્રી નદીના પાણી આવી ગયા છે. મંગલપાંડે રોડ, સમા ગામ, સયાજીગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરશુરામ ભઠ્ઠાના 300 કાચા પાકા મકાન પાણીમાં ડૂબ્યા છે. મોટાભાગના લોકોને સોમવારે જ સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવામાં આવ્યા હતા. તેમની ઘરવખરી પણ ડૂબી ગઇ હતી.
વડોદરાના અમિતનગર સર્કલથી સમા તરફના રોડ પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા હતા. ઉર્મિ સ્કૂલ પાસેનો વિસ્તાર ફેરવાયો બેટમાં ફેરવાયો હતો. અર્થ ઈઓન કોમ્પલેક્ષ બહાર અનેક ગાડીઓ પાણીમાં ગરકાવ થઇ હતી.
વિશ્વામિત્રી નદીની સપાટી 35.50 ફૂટ પર પહોંચી હતી. નદીની સપાટી વધતા વડોદરાના લોકોની ચિંતા પણ વધી હતી. કારેલીબાગ, ફતેહગંજ, સયાજીગંજ, રાવપુરા, વીઆઈપી રોડ પર પાણી ફરી વળ્યા હતા. સિદ્ધાર્થ બંગલોમાં પહેલા માળ સુધી પાણી ભરાયા હતા. બે હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.
વડોદરાના સાવલીના પીલોલ ગામમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો મુકાયા મુશ્કેલીમાં મુકાયા હતા.
વિશ્વામિત્રીની સપાટી 34 ફૂટે પહોંચ્યા બાદ વડોદરાના સમા સાવલી રોડ, ફતેગંજ, કારેલીબાગ, તુલસીવાડી, હાથીખાના, અકોટા, જૂના પાદરા રોડ, વડસર જેવા સંખ્યાબંધ વિસ્તારોની સોસાયટીઓમાં નદીનાં પાણી ફરી વળવાના કારણે હજારો સોસાયટીઓ અને એપાર્ટમેન્ટો પાણીમાં ગરકાવ થઈ ગયા છે