Vadodara Rain: વડોદરામાં ધોધમાર વરસાદથી શહેર થયું તરબોળ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો લાઈટ ચાલુ રાખીને નીકળ્યા!
Vadodara heavy rain today: હવામાન વિભાગની આગાહી સાચી ઠરી, શહેરના મુખ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ.
છેલ્લા ત્રણ દિવસથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત વડોદરાવાસીઓ માટે આજે આકાશમાંથી અમૃતવર્ષા થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે બપોરથી વડોદરા શહેરમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે, જેના પગલે સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. મેઘરાજાની પધરામણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને શહેરીજનોને ગરમીથી મોટી રાહત મળી છે.
1/5
વડોદરા શહેરના રાવપુરા, સયાજીગંજ, ફતેગંજ, સમા, છાણી, નિઝામપુરા, અલકાપુરી, અકોટા, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
2/5
વરસાદની તીવ્રતા એટલી હતી કે, વિઝિબિલિટી (દ્રશ્યતા) ઘટવાને કારણે વાહનચાલકોને પોતાની ગાડીઓની લાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે.
3/5
વડોદરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલો આ વરસાદ વાવણી લાયક હોવાથી જગતના તાત ગણાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો હવે ખેતીકામ શરૂ કરી શકશે તેવી આશા બંધાઈ છે.
4/5
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા શહેરનું તાપમાન ઊંચું રહ્યું હતું અને બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે આ વરસાદે વાતાવરણને ખુશનુમા બનાવી દીધું છે અને શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
5/5
આગામી દિવસોમાં પણ વધુ વરસાદની સંભાવના છે, જેથી પાણીની સમસ્યામાં પણ રાહત મળી શકે છે.
Published at : 20 Jun 2025 03:16 PM (IST)