બળાત્કારકાંડનો આરોપી જયેશ પટેલ ભૂતકાળમાં પણ કરી ચૂક્યો છે કેવા ગોરખધંધા? જાણો
-ડો. જયેશ પટેલ મૂળ ઉત્તર ગુજરાતનો છે અને હોમિયોપથી ડોક્ટર છે. જયેશ પટેલે હોમિયોપથીમાં ગ્રેજ્યુએટ થયા બાદ તેઓએ એક વર્ષ સાવલી ખાતે આવેલી હોમિયોપેથી કોલેજમાં નોકરી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App-જયેશ પટેલ હોમિયોપેથી કોલેજમાં નોકરી કરત ત્યારે જ વડોદરા કોઠી ચાર રસ્તા ખાતે ગર્ભપાત સેન્ટરની શરૂઆત કરી હતી. આ કારણસર તેને કોલેજમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.
-વડોદરા ખાતેના ગર્ભપાત સેન્ટરમાં ગુજરાતભરમાંથી મહિલાઓ ગર્ભપાત કરાવવા માટે આવતી હતી. જયેશ પટેલ માત્ર 65 રૂપિયામાં ગર્ભપાત કરી આપતો હતો તેથી લોકોની ભીડ જામતી.
-ધંધાની જમાવટ થયા બાદ તેમણે ગર્ભપાતની ફી રૂ.150 કરી હતી. ગર્ભપાત પર પ્રતિબંધ ન હોવાથી તેઓએ સરકારી એસ.ટી.બસોમાં રૂ.150માં ગર્ભપાત કરાવો તેવી મોટાપાયે જાહેરાતો કરી હતી.
-ડો. જયેશ પટેલના ગર્ભપાત સેન્ટરમાં કાયદેસરની ફી ગ્રાહકોને આકર્ષવા માટે રાખી હતી. ગ્રાહક આવે પછી તેને ગ્રાહકને ગભરાવીને અને બ્લેકમેઈલ કરીને તેની પાસેથી તગડી રકમ વસૂલવામાં આવતી હતી.
-જયેશ પટેલના ગર્ભપાત સેન્ટરમાં માત્ર પરીણિત દંપતિના જ નહીં પણ બીજા પણ ગર્ભપાતા કરાતા એવા આક્ષેપ થયા હતા. આ ધંધામાંથી જયેશ પટેલને બહુ મોટી રકમ મળતી હતી.
-જયેશ પટેલે અમદાવાદમાં 1980ના દાયકામાં પાલડી ચાર રસ્તા પાસે અમીકુંજ કોમ્પ્લેક્સમાં પારૂલ ગર્ભપાત ક્લિનિક શરૂ કર્યું હતું. અહીં તે 150 રૂપિયામાં ગર્ભપાત કરી આપતો હતો.
-અમદાવાદમાં ગર્ભપાત ક્લિનિક શરૂ કર્યા પછી જયે પટેલે મોટા પાયે તેની જાહેરખબરો આપી હતી. ખાસ કરીને એસ.ટી. બસોમાં તેના ક્લિનિકનાં બોર્ડ મોટા પ્રમાણમાં જોવા મળતાં.
-જયેશ પટેલે 2000માં વડોદરાના 40 ડોક્ટરો પર આવકવેરાના દરોડા પડાવ્યા હતા જેમાં કરોડોનું બેનામી કાળું નાણું મળ્યું હતું. ડો. જયેશ પટેલને આવકવેરા વિભાગ તરફથી કરોડો રૂપિયાનું કમિશન મળ્યું હતું.
-ગર્ભપાતના કેટલાક કિસ્સામાં સમસ્યાઓ સર્જાતાં તેના અમદાવાદના ક્લિનિકમાં તોડફોડ કરાઈ હતી. તેની સામે પોલીસ કેસ થયો હતો. આ કેસમાં તેની ધરપકડ થઈ અને તેણે ક્લિનિક બંધ કરી દીધું હતું.
-જયેશ પટેલે 1998માં વડોદરામાં પોતાનું ગર્ભપાત સેન્ટર હતું ત્યાં હોમિયોપેથી કોલેજની શરૂઆત કરી દીધી હતી. તેની સાથે અમદાવાદ અને રાજકોટમાં પણ હોમિયોપેથી કોલેજની શરૂઆત કરી હતી.
- આવકવેરા વિભાગ પાસેથી મળેલા કમિશનમાંથી જયેશે વાઘોડિયા લિમડા ખાતે જમીન ખરીદી હતી. જયેશ પટેલે અમદાવાદમાં અમીકુંજમાં પણ હોમિયોપથી કોલેજ શરૂ કરી હતી.
-જયેશ પટેલે 2001માં અમદાવાદ ખાતે બોપલ હોમિયોપેથી કોલેજ શરૂ કરી હતી. પોતાની જ કોલેજના વિદ્યાર્થીઓના પરિણામ સાથે ચેડા કરવા બદલ જયેશ પટેલની ધરપકડ પણ થઈ હતી.
-વાઘોડિયા તાલુકાના લિમડા ખાતે પારૂલ ઇન્સ્ટીટ્યૂટ નામે કોલેજ શરૂ કર્યા બાદ તેમણે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસમાં જોડાયા બાદ તેઓએ પોતાના વિશાળ કેમ્પસમાં એક પછી એક કોલેજ શરૂ કરી હતી.
-જયેશ પટેલ કોંગ્રેસમાંથી ટિકીટ મેળવીને વાઘોડિયા બેઠક પરથી બે વખત વિધાન સભાની ચૂંટણી લડ્યા હતા. 2007 અને 2012ની ચૂંટણીમાં તેનો ભાજપના મધુ શ્રીવાસ્તવ સામે કારમો પરાજય થયો હતો.
-2014માં લોકસભાની ચૂંટણી પહેલાં જયેશ પટેલે ભાજપાનો ખેસ ધારણ કરી લીધો હતો. મોદીની વિકાસની કામગીરીથી પ્રભાવિત થયા હોવાનો દાવો કરીને તેમણે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી.