મહુઆ મોઇત્રા સાથે ભાજપને આંખો દેખાડતી અભિનેત્રી વિશે જાણો, જાદવપુરથી જીતી ચૂંટણી
TMC યુવા પાંખના પ્રમુખ અને લોકપ્રિય અભિનેત્રી સયોની ઘોષ જાદવપુર સીટથી સાંસદ બન્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે મહુઆ મોઇત્રા સંસદ સત્ર દરમિયાન પહેલા દિવસે પીએમ મોદીને પડકાર ફેંકી રહી હતી. ત્યારબાદ તેમની બાજુમાં બેઠેલા ટીએમસી સાંસદ સયોની ઘોષે ટેબલ ટેપ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા. આટલુ જ નહી તે સમયે તે તેમનું ભાષણ ધ્યાનથી સાંભળી રહી હતી અને ભાજપના સાંસદોને બેસી જવાની સૂચના આપી રહી હતી. આના પરથી તેમનું વલણ જાણી શકાય છે.
વાસ્તવમાં, આ TMC સાંસદ સયોની ઘોષ છે, જે જાદવપુર લોકસભા સીટથી જીત્યા છે અને પહેલીવાર અહીં આવ્યા છે. જો કે આ પહેલા મિમી ચક્રવર્તી જાદવપુર સીટ પરથી સંસદમાં પહોંચી હતી. પરંતુ આ વખતે તેમની ટિકિટ કાપીને સયોની ઘોષને આપવામાં આવી હતી. સયોની ઘોષ અગાઉ પણ ચર્ચા અને વિવાદોમાં રહી છે.
સયોની ઘોષ ટીએમસીની યુવા પાંખની પ્રમુખ અને લોકપ્રિય અભિનેત્રી છે. જ્યાં TMCએ તેમને પહેલીવાર જાદવપુર બેઠક પરથી ટિકિટ આપી છે. તમને જણાવી દઈએ કે ટીએમસીએ બીજી વખત સયોની ઘોષને મેદાનમાં ઉતાર્યા છે. અગાઉ વર્ષ 2021 માં, પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં આસનસોલ (દક્ષિણ) થી મેદાનમાં ઉતારી હતી હતું. પરંતુ તે તે ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલ સામે ચૂંટણી હારી ગઈ હતી
જ્યારે, સયોની ઘોષ ફેબ્રુઆરી 2021 માં જ ટીએમસીમાં જોડાયા હતા. તેઓ ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીના નજીકના માનવામાં આવે છે. જ્યારે, જૂન 2021 માં, તેમને તૃણમૂલ કોંગ્રેસના યુવા પાંખના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બંગાળી ફિલ્મો સિવાય સયોની ઘોષે વેબ સિરીઝ અને વેબ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે ટીવી સિરિયલોમાં પણ પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે.
સયોની ઘોષનો જન્મ કોલકાતામાં થયો હતો. તેણે પોતાનું સમગ્ર શિક્ષણ કોલકાતામાંથી જ પૂરું કર્યું છે. અભિનેત્રીમાંથી સાંસદ બનેલી સયોની ઘોષ અભિનયને તેનો પહેલો પ્રેમ અને રાજકારણને તેનો છેલ્લો પ્રેમ ગણાવે છે. પરંતુ સયોની ઘોષ હવે સાંસદ બની ગયા છે અને મોદી સરકાર સામે મોરચો ખોલી શકે છે. જેમ તેમના વરિષ્ઠ સાંસદ મહુઆ મોઇત્રા કરી રહ્યા છે.
સયોની ઘોષને કેટલાક નાણાકીય વ્યવહારો અંગે પૂછપરછ કરવામાં આવી હતી. તૃણમૂલના નિષ્કાસિત યુવા નેતા કુંતલ ઘોષ સાથેના નાણાકીય વ્યવહાર અંગે તેમની પૂછપરછ કરવામાં આવી હતી.