Mother’s Day : માતા-પુત્રનો અનન્ય હતો પ્રેમ, આ તસવીર જ દર્શાવે છે કેવું હતું અદભૂત બોન્ડિંગ
આજે મધર્સ ડેની ઉજણવણી થઇ રહી છે. માની મમતાને નવાજતો આ દિવસ ખાસ માતૃશક્તિને સમર્પિત છે. માતા અને સંતાનના પ્રેમને શબ્દમાં વ્યક્ત ન કરી શકાય, આવો જ કંઇક અદભૂત પ્રેમ PM મોદી- હીરા બા વચ્ચે હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે એવો પહેલો મધર્સ ડે છે. જ્યારે PM મોદી સાથે હીરા બા નથી. 30 ડિસેમ્બરે તેમનું નિધન થઇ ગયું. તેઓ 100 વર્ષના હતા. આજે માતા –પુત્રના બોન્ડિંગની કેટલીક તસવીરો અહીં શેર કરી રહ્યાં છીએ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરતા પહેલા PM મોદીએ ગાંધીનગર પહોંચીને માતાના આશીર્વાદ લીધા હતા. PM મોદીએ તેના ચરણોમાં બેસીને આશિષ લીધા હતા અને વાતચીત કરી હતી.
PM મોદી દરેક કાર્ય શરૂ કરતા પહેલા માના આશિષ અચૂક લેતા હતા.
PM મોદી કામની વ્યસ્તતા વચ્ચે જ્યારે પણ હિરા બાને મળતા હતા, માની પુત્ર પ્રત્યેની કાળજી અને ચિંતા તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળતી હતી
એક સમય એવો પણ હતો. જ્યારે પીએમ મોદી માતાના સાનિધ્યમાં રહેવા માટે તેમને પીએમ નિવાસ લાવ્યા હતા. આ સમયે ગાર્ડનમાં માતા સાથે હળવાશની પળો માણતી આ તસીવર પણ યાદગાર છે.
જ્યારે પણ હિરા બા પાસે PM મોદી પહોંચતા હતા અને ચરણ સ્પર્શ કરીને આશિષ લેતા ત્યારે માતા હીરાબાના અચૂક આ વાક્ય કહેતા “ જુગ જુગ જીવ બેટા”
જ્યારે પણ PM મોદી ગુજરાતની મુલાકાતે આવતા શક્ય હોય ત્યાં સુધી હીરબાનું પળવાર સાનિધ્ય માણવા અચૂક પહોંચતા.
હીરા બા સાથે ભોજન કરતા PM મોદીની તસવીર. આ તે સમયની તસવીર છે જ્યારે બંનેએ સાથે ખીચડી બેસીને ખીચડી ખાધી હતી.