PM Modi Egypt Visit: પીએમ મોદીનું ઈજીપ્તમાં ભવ્ય સ્વાગત, તસવીરોમાં જુઓ શાનદાર નજારો
PM Modi Egypt Visit: પ્રધાનમંત્રી મોદી શનિવારે બે દિવસના પ્રવાસે ઈજિપ્ત પહોંચી ગયા છે. મોદી ચાર દિવસીય અમેરિકાપ્રવાસથી સીધા ઇજિપ્તની રાજધાની કૈરો પહોંચ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૈરો એરપોર્ટ ખાતે ઈજિપ્તના પીએમ મુસ્તફા મૈડબોલી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદીની આ મુલાકાત દ્વિપક્ષીય વેપારના સંદર્ભમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
પીએમ મોદી જ્યારે કાહિરાની રિટ્ઝ કાર્લટન હોટલ પહોંચ્યા ત્યારે ભારતીય મૂળના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું.
ઇજિપ્તમાં ઇન્ડિયન કોમ્યુનિટી એસોસિએશનના પ્રમુખ દીપ્તિ સિંહે કહ્યું હતું કે, અમે બધા કાહિરામાં પીએમ મોદીને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.
જે વડાપ્રધાનને મળવા માટે લગભગ 300-350 લોકોને અહીં આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યારે બે દાયકાથી ઇજિપ્તમાં રહેતા તોરલ મહેતા કહે છે કે, આજે આપણા બધા માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે કારણ કે, અમે ઇજિપ્તની ધરતી પર પીએમ મોદીને જોવાના છીએ.
જોકે ખાસ વાત એ છે કે, પીએમ મોદીનું સ્વાગત કરવા પહોંચેલી ઇજિપ્તની યુવતીએ હિન્દી ગીત ગાઈને સૌકોઈને ચોંકાવી દીધા હતાં. આ ઈજીપ્તની યુવતીએ બોલિવૂડની સુપરડુપર હિટ ફિલ્મ શોલેનું હિટ સોંગ... યે દોસ્તી હમ નહીં તોડેંગે' ગાયું હતું.
ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસી આ વર્ષે આપણા 74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો બંને દેશના વડાઓ વચ્ચે 6 મહિનામાં આ બીજી બેઠક હશે.
ભારતીય રાજદૂત અજીત ગુપ્તે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી 25 તારીખ સુધી અહીં છે. અમે પહેલીવાર વડાપ્રધાન મોદી અને ઈજિપ્તના વડાપ્રધાન વચ્ચે ગોળમેજી બેઠક કરી રહ્યા છીએ. જાન્યુઆરી 2023માં રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીની ભારતની સફળ મુલાકાત બાદ બંને દેશો વ્યૂહાત્મક ભાગીદારી સુધી સંબંધોને ઉન્નત કરવા સંમત થયા હતા.