Photos: તાલિબાને કબજો જમાવ્યા બાદ શું છે સ્થિતિ, કેવો પસાર થયો અફઘાનિસ્તાના લોકોનો પહેલો દિવસ
કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન આવ્યા બાદ ત્યાંની મહિલાઓની જિંદગીઓ પર સૌથી ખરાબ અસર પડી રહી છે. મહિલાઓ પર કેટલાય પ્રકારની પાબંદીઓ લગાવવામાં આવી રહી છે. તાલિબાની શાસનના પહેલા દિવસે જ લડાકુએ બ્યૂટી સલૂનની બહાર લાગેલી મહિલાઓની તસવીરો ફાડી નાંખી, કેમ કે તેમને બુરખો ન હતો પહેરેલો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાબુલમાં તાલિબાન શાસનનો પહેલો દિવસ. તાલિબાન લડાકૂ આખા શહેરમાં બંદૂક લઇને રસ્તાંઓ પર પેટ્રૉલિંગ કરતા દેખાયા.
રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભાગી ગયા બાદ તાલિબાન લડાકૂ કાબુલના રસ્તાંઓ પર પેટ્રૉલિંગ કરતાં દેખાયા.
તાલિબાન શાસન બાદ કાબુલના રસ્તાંઓ પર સૂમસામી પસરાઇ ગઇ છે. માર્કેટમની સાથે સાથે ચિકન સ્ટ્રીટ શૉ પણ બંધ રહી. સ્થાનિક સ્ટૉર માલિકોને મનમાં હજુ પણ ડર છે. તેમનુ કહેવુ છે કે તાલિબાન પાસેથી મંજૂરી મળ્યા બાદ જ ખોલશે.
અફઘાની નાગરિકોમાં અફઘાનિસ્તાનમાંથી નીકળવાની હોડ જામી ગઇ છે. કેટલીક ફૂટેજમાં અફઘાન નાગરિકોના ઉડાન ભરવાની તૈયારી કરી રહેલા એક અમેરિકન સૈન્ય વિમાનના કિનારેથી ચિપકેલા દેખાયા.
આ તે લોકો હતા, જે જહાજમાં ઘૂસવામાં સફળ ના થઇ શક્યા તો તેની બહાર જ ચિપકી ગયા.
સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેમાં ઉડતા વિમાનમાંથી કેટલાક લોકો નીચે પડતા પણ દેખાયા, અને દાવો કરવામાં આવી રહ્યો છે, આ તે લોકો છે જે નીચે પડી રહ્યાં છે, જે વિમાનના બહારના ભાગમાં ચોંટીને સફર કરવા માંગતા હતા. આ તમામ લોકો નીચે પડી ગયા હતા.