અફઘાનિસ્તામાં તાલિબાનના શાસન બાદ કેવી છે દશા, જુઓ આ શહેરોની તસવીરો

અફઘાનિસ્તાનમાં તાલીબાની શાસન બાદ દેશના અલગ અલગ શહેરોમાં તાલીબાની શાસનના વિરોધમાં પ્રદર્શન થઇ રહ્યું છે. 19 ઓગસ્ટ અફઘાનિસ્તાન સ્વતંત્ર દિવસ પર અહીં રોડ પર તાલીબાની શાસનનો વિરોધ જોવા મળ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અફઘાનિસ્તાનમાં તાલીબાન શાસનની શરૂઆત થઇ ગઇ છે. રાષ્ટ્રપતિ લોકોને તાલીબાનીના હવાલે કરી દેશ છોડીને જતાં રહ્યાં પરંતુ હવે તાલિબાનના વિરોધમાં જનતા એજ મોર્ચો ખોલ્યો છે

અફઘાનિસ્તાનના બધા જ શહેરોમાં તાલિબાનના વિરોધમાં પ્રદર્શન થઇ રહ્યાં છે. આ સ્થિતિમાં તાલીબાની ફાઇટરે પ્રદર્શનકારી પર ફાયરિંગ કર્યો હતું અને દેખાવો કરનારને દૂર કરવા કોશિશ કરી હતી. ફાયરિંગની ઘટના બાદ કર્ફ્યૂ લગાવી દેવાયો હતો. લોકોના પ્રદર્શન બાદ તાલીબાને 24 કલાકનો કર્ફયૂ લગાવી દીધો.
ખાસ વાતો તો એ છે કે, અફઘાનિસ્તાનમાં મહિલાઓ પ્રદર્શન કરી રહી છે અને તેની આઝાદીની માંગણી કરી રહી છે. ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા પણ તાલીબાની શાસનનો વિરોધ મહિલા સતત કરી રહી છે
અફઘાનિસ્તાનમાં સેંકડો પ્રદર્શનકારી કાબુલમાં રાષ્ટ્રધ્વજ લહેરાવતા જોવા મળ્યાં. તેઓ ‘હમારી પહેચાન, હમારે નારે’ લગાવતા જોવા મળ્યાં. વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા ફાયરિંગમાં 3 નાગરિકોના મોત થઇ ગયા છે.
તાલીબાની શાસન શરૂ થતાં અત્યાચારની કહાણી પણ શરૂ થઇ ગઇ છે. વિરોધ કરનાને ઘરમાં શોધીને અને ડોર ડોટ તપાસ કરીને ઢોરમાર મારવામાં આવી રહ્યો છે. અફઘાની મહિલા પત્રકારે તાલિબાન પોલ ખોલતા જણાવ્યું કે, ‘તાલિબાની શાસન બાદ તેની નોકરી જતી રહી’