Canada Express Entry: કેનેડાએ સિટિઝનશિપ આપવાની રીત બદલી, ભારતીયોને ફાયદો કે નુકસાન, જાણો
કેનેડિયન સિટીઝનશિપ મિનિસ્ટર સીન ફ્રેઝરે દેશના ફ્લેગશિપ ઇકોનોમિક ઇમિગ્રેશન મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ એક્સપ્રેસ એન્ટ્રી માટે કેટેગરી-આધારિત કાઉન્સેલિંગની જાહેરાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેનેડાના કેટેગરી આધારિત કાઉન્સેલિંગ હેઠળ, ફ્રેન્ચ ભાષા પર સારી પકડ ધરાવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે.
કેનેડાની એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કરાયેલા ફેરફારોથી કુશળ શ્રમિકોને બોલાવવાનું અને તેમને કાયમી ઘર આપવાનું સરળ બનશે.
કેનેડા તેની નવી એક્સપ્રેસ એન્ટ્રી હેઠળ વિશ્વભરમાંથી કુશળ શ્રમિકોને બોલાવવાનો પ્રયાસ કરશે.
કેનેડાની એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કરવામાં આવેલા ફેરફારોથી ભારતીયોને ઘણો ફાયદો થવાનો છે, કારણ કે સમગ્ર વિશ્વમાં ભારતીય કુશળ વ્યાવસાયિકોની ભારે માંગ છે.
કેનેડામાં પહેલેથી જ મોટી સંખ્યામાં ભારતીયો છે, જે 14 લાખની નજીક છે. આ સમગ્ર દેશની વસ્તીના 1.4 ટકા છે.
કેનેડાની આ નવી એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમની મદદથી ભારતીયો પરમેનન્ટ રેસિડેન્સી મેળવી શકશે. વર્ષ 2021 માં, 4,05,999 લોકોએ કેનેડામાં કાયમી રહેઠાણ મેળવ્યું હતું, જેમાંથી 1,27,933 એટલે કે એક તૃતીયાંશ વસ્તી ભારતીયોની હતી.