China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોવિડ-19 મહામારીના પાંચ વર્ષ પછી ચીનમાં નવા વાયરસ, હ્યુમન મેટાપન્યૂમોનોવાયરસ (HMPV) ના ઝડપી ફેલાવાના રિપોર્ટ છે. આ વાયરસના ચેપથી ફ્લૂ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આ ચેપના ઝડપી ફેલાવાના કારણે હોસ્પિટલોમાં લોકોની ભીડની સ્થિતિ સર્જાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓનલાઈન વાયરલ થયેલા કેટલાક વીડિયોમાં હોસ્પિટલોમાં ભીડ જોવા મળી રહી છે. કેટલાક રિપોર્ટમાં ઈન્ફલ્યુએન્ઝા A, HMPV અને માયકોપ્લાઝમા ન્યુમોનિયા જેવા વિવિધ વાયરસમાં અચાનક વધારાની વાત કરવામાં આવી રહી છે. જોકે સત્તાવાર રીતે આ મામલે કોઇ પુષ્ટી કરવામાં આવી નથી. ચીનના આરોગ્ય અધિકારીઓ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ આ નવી મહામારી વધી હોવાની પુષ્ટી કરી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટ્સ ચીની હોસ્પિટલોમાં ભીડ હોવાનો દાવો કરે છે.
એક વાયરલ થયેલા વીડિયોમાં દર્દીઓ માસ્ક પહેરીને હોસ્પિટલમાં રાહ જોતા જોઈ શકાય છે. વીડિયોમાં કેપ્શન આપવામાં આવ્યું છે કે, 2020માં કોવિડના કેસમાં વધારાની જેમ ઈન્ફલ્યુએન્ઝા A અને HMPV સહિત ગંભીર 'ફ્લૂ' ફાટી નીકળવાથી ચીનની હોસ્પિટલો હાઉસફૂલ થઇ ગઇ છે.
બીજી વાયરલ પોસ્ટમાં કેટલાક વૃદ્ધો હોસ્પિટલના કોરિડોરમાં રાહ જોતા બતાવાયા છે. પોસ્ટમાં કેપ્શન આપવામાં આવ્યું છે કે, ઈન્ફ્લુએન્ઝા A અને હ્યુમન મેટાપ્યુમોવાયરસના ફાટી નીકળવાના કારણે ચીનની હોસ્પિટલોમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે, જે 3 વર્ષ પહેલા COVID-19ના સમયગાળાની સમાન છે.
પાંચ વર્ષ બાદ ફરીથી રોગચાળાનું સંકટ ચિંતાનું કારણ બની ગયું છે. હ્યુમન મેટાપન્યૂમોનોવાયરસ (HMPV), જે સામાન્ય શરદી જેવા લક્ષણોનું કારણ બને છે, તે હાલમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વાયરસ ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને અસર કરી શકે છે. COVID-19ની જેમ HMPV ઉધરસ અથવા છીંકથી ફેલાય છે અને તે વાયરસ સ્પર્શ કરવાથી પણ ફેલાય છે.