યુક્રેન માટે લડવા તૈયાર, ટ્રમ્પ પર 'જીવલેણ હુમલો' કરનાર વ્યક્તિ કોણ છે, જાણો
Ryan Wesley Routh Attacked Trump: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર બીજી વખત હુમલો કરવામાં આવ્યો હતો. આ વખતે હુમલો જ્યારે તેઓ કેરોલિનાના ગોલ્ફ કોર્સમાં ગોલ્ફ રમી રહ્યા હતા ત્યારે કરવામાં આવ્યો હતો. જાણો ટ્રમ્પ પર હુમલો કરનાર અને ડેમોક્રેટ્સનું સમર્થન કરનાર રેયાન વેસ્લે રાઉથ કોણ છે?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગોલ્ફ કોર્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળી મારનાર વ્યક્તિ તેમનાથી માત્ર 400 થી 500 યાર્ડ દૂર ઝાડીઓમાં છૂપાયેલો હતો. આ મામલે અધિકારીઓનું કહેવું છે કે અમેરિકાના સિક્રેટ સર્વિસ એજન્ટે એક વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હતું. આ વ્યક્તિ પાસે ગોલ્ફ ક્લબમાં ટેલિસ્કોપ સાથે લોડેડ રાઈફલ હતી અને તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પ પણ ગોલ્ફ કોર્સમાં હાજર હતા.
આ આરોપીની ઓળખ 58 વર્ષીય રેયાન વેસ્લે રાઉથ તરીકે થઈ છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી એક રીઢો ગુનેગાર છે, જે હાલમાં હવાઈમાં રહે છે અને 1990 થી તેની સામે ડઝનેક કેસ નોંધાયેલા છે.
ટ્રમ્પ પર ગોળીબાર કરનાર આરોપી મૂળ કેરોલિનાના છે. અહીં તેની ડ્રગ્સ સંબંધિત કેસ લાયસન્સ વિના ડ્રાઇવિંગ અને ઇન્શ્યોરન્સ વિના ડ્રાઇવિંગના કેસમાં પણ ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં, આરોપીની ઓફિસને 3 કલાક સુધી બેરિકેડ કરવામાં આવી હતી ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી રેયાનની લિંક્ડઇન પ્રોફાઇલ વિશે વાત કરતાં તેણે પોતાને સર્જનાત્મક પ્રોજેક્ટ્સમાં રસ ધરાવનાર વ્યક્તિ ગણાવ્યો હતો. આ પ્રોફાઈલ અનુસાર, તે કેમ્પ બોક્સ હોનોલુલુ નામની રૂફટોપ બિલ્ડિંગ કંપની ચલાવે છે, જે બેઘર લોકો માટે સાદા ઘર બનાવે છે.
આરોપી ડોનાલ્ડ ટ્રમ્પનો આલોચક છે અને લાંબા સમયથી ડેમોક્રેટનું સમર્થન કરી રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની જાતને સારું કામ કરનાર વ્યક્તિ ગણાવ્યો છે. રેકોર્ડ મુજબ, રેયાને 2019 થી 19 વખત દાન કર્યું છે, જે 140 અમેરિકન ડોલર કરતા વધુ છે. તેણે હવાઈના ભૂતપૂર્વ પ્રતિનિધિ તુલસી ગબાર્ડને પણ દાન આપ્યું છે જે અગાઉ ડેમોક્રેટ સમર્થક હતા અને હવે ટ્રમ્પ સાથે છે.
આટલું જ નહીં, ગોળીબાર કરનાર વ્યક્તિ ન માત્ર ટ્રમ્પનો ટીકાકાર છે પરંતુ તેણે યુક્રેનનું સમર્થન પણ કર્યું છે. પોતાની એક્સ પોસ્ટમાં તેણે લખ્યું કે તે યુક્રેનની લડાઈમાં મદદ કરવા તૈયાર છે. પોતાની પોસ્ટમાં તેણે ત્યાં સુધી લખ્યું કે દુનિયાભરના દરેક નાગરિકે લડવા માટે યુક્રેન જવું જોઈએ. આરોપીએ નોર્થ કેરોલિના એગ્રીકલ્ચરલ એન્ડ ટેકનિકલ સ્ટેટ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યો છે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો વિવેક રામાસ્વામી અને નિક્કી હેલીને ટેકો આપી રહ્યો હતો.