તુર્કીમાં ભૂકંપના કારણે શહેરો કાટમાળમાં ફેરવાયા, તસવીરો જુઓ
Earthquake: સોમવારે વહેલી સવારે તુર્કી અને સીરિયામાં એક પછી એક બે શક્તિશાળી આંચકા અનુભવાયા હતા. આંચકા એટલા જોરદાર હતા કે બંને દેશોની સેંકડો ઈમારતો આંચકાના કારણે ધરાશાયી થઈ ગઈ.
Continues below advertisement

Earthquake In Turkiye
Continues below advertisement
1/7

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 હતી. બંને દેશોમાં અત્યાર સુધીમાં 360 લોકોના મોત થયા છે. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
2/7
અધિકારીઓએ મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. સ્થાનિક સમય અનુસાર તુર્કીમાં ભૂકંપ સવારે 04:17 વાગ્યે આવ્યો હતો. તેની ઊંડાઈ જમીનની અંદર 17.9 કિલોમીટર હતી.
3/7
ભૂકંપનું કેન્દ્ર ગાજિયનટેપ નજીક હતું. તે સીરિયા બોર્ડરથી 90 કિમી દૂર સ્થિત છે. આવી સ્થિતિમાં સીરિયાના અનેક શહેરોમાં ભૂકંપના જોરદાર આંચકા પણ અનુભવાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સરહદની બંને બાજુ ભારે વિનાશ થયો છે.
4/7
છેલ્લા 24 વર્ષમાં ભૂકંપના કારણે તુર્કીમાં 18 હજારથી વધુ લોકોના મોત થયા છે. 7.8ની તીવ્રતાના ભૂકંપ બાદ સોમવારે અહીં 7.5ની તીવ્રતાનો બીજો મોટો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો.
5/7
સૌથી મોટો આંચકો 40 સેકન્ડ સુધી અનુભવાયો હતો. જેના કારણે સૌથી વધુ તબાહી પણ થઈ હતી. તુર્કી ચાર ટેક્ટોનિક પ્લેટોના જંક્શન પર આવેલું છે. તેથી જ કોઈપણ પ્લેટમાં સહેજ હલનચલન આખા વિસ્તારને હચમચાવી નાખે છે.
Continues below advertisement
6/7
બીજી તરફ તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દુગને ટ્વીટ કરીને જણાવ્યું કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂકંપ દરમિયાન ઓછામાં ઓછા 6 આફ્ટરશોક આવ્યા હતા.
7/7
સિવિલ ડિફેન્સ અનુસાર, સીરિયામાં તુર્કીની સરહદે આવેલા વિસ્તારોમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે. દમાસ્કસમાં પણ ભૂકંપના આંચકા બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લેબનોનમાં લગભગ 40 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Published at : 06 Feb 2023 02:49 PM (IST)