આ મહિલાને છે વિચિત્ર બીમારી! ઊંઘમાં કોઇ પણ સાથે બાંધવા લાગે છે સંબંધ
ઇંગ્લેન્ડના ડેવોનમાં રહેતી એક મહિલાને એક દુર્લભ અને વિચિત્ર સમસ્યા છે જેને તમે બીમારી પણ કહી શકો છો. આ બીમારીના કારણે તે પોતાની જાતને બેડરૂમમાં બંધ રાખે છે જે એક અજીબ બીમારીથી પીડિત છે અને રાતના સમયે પોતાની જાતને સખત તાળાથી બાંધી રાખે છે. આવું કરવું તેની મજબૂરી છે કારણ કે તે તેની ઊંઘમાં વિચિત્ર હરકતો કરવા લાગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇંગ્લેન્ડના ડેવોનમાં રહેતી એક મહિલાને એક દુર્લભ અને વિચિત્ર સમસ્યા છે જેને તમે બીમારી પણ કહી શકો છો. આ કારણે તે પોતાને બેડરૂમમાં બંધ રાખે છે.
મહિલાનું કહેવું છે કે તેના પતિને પણ આમાં કોઈ સમસ્યા નથી. તે પરિણીત માતા છે અને ઊંઘની સમસ્યાથી પીડાય છે. આ બીમારીમાં તે તેની નજીક સૂતી કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ બાંધવાની કોશિશ કરવા લાગે છે.
જ્યારથી આ 50 વર્ષની મહિલાને આ બીમારી હોવાનું નિદાન થયું છે, ત્યારથી તેણે પોતાની જાતને તેના રૂમમાં જ બંધ રાખી છે. તેના પતિનું કહેવું છે કે જ્યારે તે તેની પત્ની પાસે સૂતો હોય છે ત્યારે તે તેને વળગી રહે છે અને શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરવા લાગે છે.
મહિલાએ કહ્યું કે જો તે ઘર સિવાય બીજે ક્યાંય રહે છે તો તેને એક અલગ રૂમની જરૂર હોય છે અને તે પોતાની જાતને તેમાં બંધ કરી લે છે. મહિલા કહે છે કે જો હું કોઈ બીજા સાથે સૂઈશ તો મને ખાતરી છે કે હું કંઈક બીજું કરીશ.
મહિલાના પતિને તેની સામે કોઈ ફરિયાદ નથી. આ 50 વર્ષની મહિલાને બે દીકરીઓ છે જે 25 અને 30 વર્ષની છે અને તેઓ તેને સપોર્ટ કરે છે.