Village GK: 800 વર્ષ જુનું એક એવું ગામડું, જ્યાં નથી એકપણ રૉડ
Village Road GK: એવી જગ્યાની કલ્પના કરો જ્યાં કાર અને બાઇકનો અવાજ ન હોય, જ્યાં દરેક ઘર નહેરના કિનારે બનેલું હોય અને પરિવહન માટે બૉટનો ઉપયોગ કરવામાં આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએવું લાગે છે કે આ કોઈ ફિલ્મનો સીન છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તે એકદમ સાચું છે. આજે અમે તમને એવી જ એક જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ નેધરલેન્ડના ગીથૂર્ન ગામની. આ દુનિયાનું સૌથી અનોખું ગામ છે. જેને નેધરલેન્ડનું વેનિસ પણ કહેવામાં આવે છે.
આ ગામની સુંદરતા જોવા જેવી છે. જે ખૂબ જ શાંત ગામ પણ કહેવાય છે. વાસ્તવમાં આ ગામ પાણી પર આવેલું છે. જ્યાં ચારેબાજુ પાણી જ પાણી છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ કોઈ વ્યક્તિને ગામમાં ક્યાંક જવું હોય ત્યારે તેણે હોડીનો સહારો લેવો પડે છે.
ગામમાં કેટલીક જગ્યાએ લાકડાના પુલ બનાવવામાં આવ્યા છે. જેના દ્વારા કેનાલો ઓળંગી શકાય છે. તમને જણાવી દઈએ કે આ ગામની સ્થાપના 1230માં થઈ હતી અને શરૂઆતમાં આ ગામનું નામ ગેટેનહોર્ન હતું. વિશ્વભરમાંથી ઘણા પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા આવે છે.
આ ગામ 800 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે અને સંપૂર્ણપણે પાણી પર વસેલું છે. આ ગામમાં ન તો રસ્તા છે કે ન તો કોઈની પાસે કાર કે બાઇક છે.