American Flag Facts: અમેરિકાના ઝંડામાં કેમ હોય છે આટલા બધા સ્ટાર્સ ? ખાસ છે કારણ
American Flag Facts: અમેરિકન ધ્વજ, જેને ઘણીવાર સ્ટાર સ્પેન્ગલ્ડ બેનર તરીકે ઓળખવામાં આવે છે, તે વિશ્વના સૌથી પ્રખ્યાત ધ્વજમાંનો એક છે. આ ધ્વજમાં 50 સ્ટાર્સ અને 13 પટ્ટાઓ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકન ધ્વજમાં ઘણા બધા તારાઓ છે, પરંતુ શું તમે જાણો છો કે આ તારાઓ અને પટ્ટાઓનો અર્થ શું છે? આવો જાણીએ અમેરિકન ધ્વજનો ઈતિહાસ અને તેમાં રહેલા તારાઓનું મહત્વ.
અમેરિકન ધ્વજની 13 પટ્ટાઓ યૂનાઇટેડ સ્ટેટ્સની 13 મૂળ વસાહતોનું પ્રતિનિધિત્વ કરે છે. આ 13 વસાહતો બ્રિટિશ શાસનથી સ્વતંત્ર થઈ અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા બની. આ 13 વસાહતોએ મળીને 1776માં બ્રિટનથી સ્વતંત્રતા જાહેર કરી હતી.
અમે તમને જણાવી દઈએ કે અમેરિકન ધ્વજમાં 50 સ્ટાર્સ યૂનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના 50 રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે નવું રાજ્ય અમેરિકન યૂનિયનમાં જોડાય છે, ત્યારે ધ્વજમાં બીજો તારો ઉમેરવામાં આવે છે.
ધ્વજ પરના તારાઓ દરેક હરોળમાં છ તારાઓ સાથે પાંચ હરોળમાં ગોઠવાયેલા છે. અલાસ્કા અને હવાઈ રાજ્યો યુનિયનમાં જોડાયા પછી આ સિસ્ટમ 1960 માં અપનાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અમેરિકન ધ્વજની ડિઝાઈન સમયાંતરે બદલાતી રહે છે. 1777 માં, કૉન્ટિનેંટલ કોંગ્રેસે ધ્વજની રચના કરવાની જવાબદારી એક સમિતિને સોંપી. આ કમિટીએ 13 પટ્ટાઓ અને 13 સ્ટારવાળા ધ્વજની ડિઝાઈન તૈયાર કરી હતી.
અમેરિકન ધ્વજ માત્ર કાપડ નથી, પરંતુ તે અમેરિકન લોકોની એકતા, સ્વતંત્રતા અને લોકશાહીનું પ્રતિક છે. આ ધ્વજ અમેરિકન સૈનિકોના બલિદાન અને દેશના ઈતિહાસની યાદ અપાવે છે.
અમેરિકન ધ્વજમાં 50 તારા અને 13 પટ્ટાઓ યૂનાઇટેડ સ્ટેટ્સ અને તેની રાજકીય વ્યવસ્થાના ઇતિહાસને પ્રતિબિંબિત કરે છે. આ ધ્વજ અમેરિકન લોકો માટે રાષ્ટ્રીય પ્રતિક છે અને તે દેશની એકતા અને સ્વતંત્રતાનું પ્રતિક છે.