ઘર વાપસી અગાઉ સ્પેસમાં શુભાંશુ શુક્લાની પાર્ટી, સામે આવી તસવીરો
આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં તેમના રોકાણના છેલ્લા તબક્કા દરમિયાન શુભાંશુ શુક્લાએ ખેડૂતની ભૂમિકા ભજવી હતી. તેમણે પેટ્રી ડીશમાં મગ અને મેથી ઉગાડ્યા છે.
shubhanshu shukla
1/7
આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં તેમના રોકાણના છેલ્લા તબક્કા દરમિયાન શુભાંશુ શુક્લાએ ખેડૂતની ભૂમિકા ભજવી હતી. તેમણે પેટ્રી ડીશમાં મગ અને મેથી ઉગાડ્યા છે. શુક્લાએ તેમને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના ફ્રીઝરમાં રાખ્યા હતા. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા 14 જુલાઈએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી તેમની પરત યાત્રા શરૂ કરવાના છે. ઘરે પાછા ફરવાના થોડા દિવસો પહેલા તેઓ અને અન્ય ક્રૂ સભ્યો પાર્ટી કરતા જોવા મળ્યા હતા.
2/7
ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા, જે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ના 14 દિવસના મિશન પર છે, 14 જૂલાઈએ તેમની પરત યાત્રા શરૂ કરવાના છે. ઘરે પાછા ફરવાના થોડા દિવસો પહેલા તેઓ અને અન્ય ક્રૂ સભ્યો ભોજન કરતા જોવા મળ્યા હતા, જેની તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી
3/7
નવી તસવીરોમાં શુક્લા અને તેમના સાથીઓ શૂન્ય ગુરુત્વાકર્ષણમાં ભોજનનો આનંદ માણતા હસતા જોવા મળે છે. નાસાએ ગઈકાલે સાંજે જાહેરાત કરી હતી કે શુક્લા અને અન્ય ત્રણ ક્રૂ સભ્યોની પરત યાત્રા 14 જુલાઈથી શરૂ થશે.
4/7
નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટિચે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "અમે સ્ટેશન પ્રોગ્રામ પર કામ કરી રહ્યા છીએ અને એક્સિઓમ-4 ની પ્રગતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. મને લાગે છે કે આપણે તે મિશનને અનડોક કરવું પડશે અને અનડોકિંગ માટેનું વર્તમાન લક્ષ્ય 14 જૂલાઈ છે."
5/7
ગ્રુપ કેપ્ટન શુક્લા ISSમાં જનારા પ્રથમ ભારતીય અને વિંગ કમાન્ડર રાકેશ શર્મા (જેઓ 1984માં અવકાશમાં ગયા હતા) પછી બીજા ભારતીય અવકાશયાત્રી બન્યા હતા. ગ્રુપ કેપ્ટન શુક્લાએ સાત પ્રયોગો કર્યા. એક્સિઓમ 4 અથવા મિશન 'આકાશ ગંગા' એ ભારતના ગગનયાન માનવ અવકાશ ઉડાન મિશન માટે માર્ગ મોકળો કર્યો છે.
6/7
આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના છેલ્લા તબક્કા દરમિયાન શુભાંશુ શુક્લાએ ખેડૂતની ભૂમિકા ભજવી છે. તેમણે પેટ્રી ડીશમાં મગ અને મેથી ઉગાડ્યા છે. શુક્લાએ તેમને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના ફ્રીઝરમાં રાખ્યા હતા અને તેમનો ફોટો પણ શેર કર્યો હતો
7/7
તેનો હેતુ એ જાણવાનો છે કે સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ છોડના અંકુરણ અને પ્રારંભિક વિકાસને કેવી રીતે અસર કરે છે. આ બીજ અનેક પેઢીઓ સુધી ઉગાડવામાં આવશે અને આનુવંશિકતા અને પોષણ પ્રોફાઇલમાં ફેરફારો શોધી કાઢવામાં આવશે.
Published at : 11 Jul 2025 11:59 AM (IST)