બાંગ્લાદેશમાં મોટો તખ્તાપલટ, જો કોઈ ભારતીય ફસાયા હોય તો આ નંબર પર કરો કોલ, સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
આંકડાઓના હિસાબે વાત કરીએ તો બાંગ્લાદેશમાં લગભગ 8500 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. બાંગ્લાદેશમાં આ દિવસોમાં હિંસા થઈ રહી છે. વળી હવે PM હસીના પણ દેશ છોડી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆના કારણે ઘણા ભારતીયો ભારત પાછા ફરવા ઇચ્છે છે. હાલમાં 4500 ભારતીય વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી પાછા ફરી ચૂક્યા છે.
હિંસાના આ તબક્કામાં બાંગ્લાદેશમાં ઇન્ટરનેટ અને ફોન સેવા બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે લોકોને મદદ માંગવામાં પણ મુશ્કેલી થઈ રહી છે.
જો તમારો કોઈ જાણીતો વ્યક્તિ, તમારો કોઈ સગો કે મિત્ર બાંગ્લાદેશમાં ફસાયેલો છે, તો તમે ભારતથી તેની મદદ કરી શકો છો.
આ માટે તમે ભારતીય વિદેશ મંત્રાલય પાસેથી મદદની માંગણી કરી શકો છો. તમે ઇચ્છો તો વિદેશ મંત્રાલયના મદદ પોર્ટલ madad.gov.in પર તમારી ફરિયાદ મૂકી શકો છો.
આ સાથે તમે વિદેશ મંત્રાલયમાં જઈને પણ તે વ્યક્તિના બચાવ વિશે વિદેશ મંત્રાલયને જણાવી શકો છો. તમે સોશિયલ મીડિયા પર વિદેશ મંત્રી એસ જયશંકર સુધી સીધી તમારી વાત પહોંચાડી શકો છો.
વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશમાં હાજર ભારતીય નાગરિકોને આ નંબરો +8801958383679, +8801958383680, +8801937400591 પર સંપર્ક કરવા જણાવ્યું છે.