ઓસ્ટ્રેલિયામાં પૂરથી તબાહી, સિડનીમાં 50 હજાર લોકો પ્રભાવિત, જુઓ તસવીરો
ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડની અને તેની આસપાસના વિસ્તારોમાં પૂરથી સેંકડો ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લગભગ 50,000 લોકો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશુક્રવારથી અવિરત વરસાદથી ડેમ ભરાઈ ગયા છે અને નદીઓના પાળા તૂટી ગયા છે, જેના કારણે શહેરમાં 50 હજાર લોકો દોઢ વર્ષમાં ચોથી વખત પૂરની કટોકટીની સ્થિતિનો સામનો કરી રહ્યા છે.
ઇમરજન્સી મેનેજમેન્ટ મિનિસ્ટર મુરે વોટે જણાવ્યું હતું કે, અમારી પાસે નવી માહિતી છે કે આ વખતે પૂર 18 મહિના પહેલા આ વિસ્તારોમાં આવેલા પૂર કરતાં વધુ ખરાબ હોવાની અપેક્ષા છે.
ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગના મેનેજર જેન ગોલ્ડિંગે જણાવ્યું હતું કે સિડનીની ઉત્તરે આવેલા ન્યૂકેસલ અને સિડનીની દક્ષિણે આવેલા વોલોન્ગોંગ વચ્ચેના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં 39 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં 59 ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે. (તસવીર સૌજન્યઃ એએફપી)
ડેમોમાં પાણી ખતરાના નિશાનથી ઉપર હતું અને થોડા દિવસોથી ચાલુ રહેલા મુશળધાર વરસાદને કારણે જળાશયોના પાળા તૂટી ગયા હતા. 50 લાખના શહેરમાં છેલ્લા 16 મહિનામાં આ ચોથું પૂર છે. (તસવીર સૌજન્યઃ એએફપી)
ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના વડા પ્રધાન ડોમિનિક પેરોટે જણાવ્યું હતું કે 32,000 લોકોને ખાલી કરાવવાના આદેશથી અસર થઈ છે. (તસવીર સૌજન્યઃ એએફપી)