Navratri 2022: કેનેડામાં ગુજરાતી શેરી ગરબાની જામી રમઝટ, જુઓ તસવીરો
ગુજરાતીઓ જ્યાં પણ જાય ત્યાં ગુજરાતની સંસ્કૃતિ અને ગરબા કરવાનું ભૂલતા નથી. કેનેડાના ટોરોન્ટો - ઇટોબીકોક માં નવરાત્રીમા ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેનેડાના ટોરેન્ટો - ઇટોબીકોક માં છેલ્લા 18 વર્ષથી નવરાત્રી શેરી ગરબા થાય છે. ગામની શેરીઓ માં ગવાતા દેશી ગરબા કેનેડાના ટોરેન્ટોના ઇટોબીકોકમાં જોવા મળ્યા
ગુજરાતીઓ, અન્ય કોમ્યુનિટી તેમજ કેનેડા GTA (ટોરેન્ટો આસપાસ વિસ્તાર) ના લોકો ના સાથ સહકારથી આ ગરબાનું આયોજન કરાય છે.
આજથી અઢાર વર્ષ પહેલાં સૌપ્રથમ વાર ત્રણ થી ચાર પડોશી પરિવાર દ્વારા આ નવરાત્રી શેરી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી.
અત્યારે 2000 થી પણ વધારે ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. દૂર દૂર થી 50 કિ.મિ. આસપાસના વિસ્તાર માંથી ગરબે રમવા તેમજ જોવા લોકો આવે છે .
કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી કે પાસ વગર મફત માં દરેક ને પ્રવેશ આપવામાં આવે છે.
આયોજક શિરીષ પટેલ તેમજ અન્ય આયોજકો સાથે મળી આરતી માં આવતું દાન મોટા અંબાજી માં અપાય છે.
તો કેનેડાની કેનેડિયન ગવર્મેન્ટ દરેક કલચર ને સપોર્ટ કરે છે ત્યારે ગુજરાતી વાસીઓને પણ વર્ષ દરમ્યાન તમામ ગુજરાતી હિન્દુ કાર્યક્રમોને પરમિશન આપી સાથ સહકાર આપે છે
ગવર્મેન્ટ ઓફ કેનેડા એ દર વર્ષે નવેમ્બર માસને હિન્દૂ હેરિટેજ માસ તરીકે જાહેર કર્યો છે જેને લઈ હિંદુ સમાજ ગવર્મેન્ટ નો ખુબ આભાર માને છે
ગુજરાતની જેમ જ કેનેડામાં પણ માતાજીની સ્થાપના કરી ગરબા રમવામાં આવે છે.