એન્ટાર્કટિકામાં શરૂ થઇ ભારતીય પોસ્ટ ઓફિસ પ્રથમ બ્રાન્ચ, અહીની ઠંડીમાં રહેવું તમામ માટે મુશ્કેલ
ભારતીય પોસ્ટ ઓફિસે એન્ટાર્કટિકામાં પોતાની બ્રાન્ચ ખોલીને ઈતિહાસ રચ્યો છે. આ ઓફિસ સાઉથ પોલમાં ખોલવામાં આવી છે. નોંધનીય છે કે ભારતમાં ગંગોત્રી સ્ટેશન પર 1984માં પહેલી પોસ્ટ ઓફિસ ખોલવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી પોસ્ટ ઓફિસ 1990માં મૈત્રી સ્ટેશન પર ખોલવામાં આવી હતી. હવે સ્ટેશન પર ત્રીજી પોસ્ટ ઓફિસ ખોલવામાં આવી છે.
હવે તમે વિચારી રહ્યા હશો કે આમાં કયા પ્રકારનો ઇતિહાસ છે. એન્ટાર્કટિકા વિશ્વનો સૌથી ઠંડો વિસ્તાર છે. આવી સ્થિતિમાં અહીં માનવીઓ માટે રહેવું મુશ્કેલ બની જાય છે.
નિયમો અનુસાર, એન્ટાર્કટિકામાં ખોલવામાં આવેલી પોસ્ટ ઓફિસને પ્રાયોગિક રૂપે MH-1718 પિનકોડ આપવામાં આવ્યો છે.
ભારતના આ પ્રયાસને માઈલસ્ટોન માનવામાં આવી રહ્યો છે. NCPORના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકોના મતે એન્ટાર્કટિકા એ વિદેશી ભૂમિ છે. આવી સ્થિતિમાં ત્યાં પોસ્ટ ઓફિસ ખોલવી એ ખૂબ જ ખાસ વાત છે.