Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Marriage Law: આ મુસ્લિમ દેશે છોકરીઓની લગ્નની ઉંમર 9 વર્ષ કરતા જ થયો ઉગ્ર વિરોધ, રસ્તાઓ પર મહિલાઓનું પ્રદર્શન
ઈરાકની સંસદે છોકરીઓની લગ્નની ઉંમર ઘટાડીને 9 વર્ષ કરી દીધી છે. આનાથી સમગ્ર દેશમાં મોટો વિવાદ ઊભો થયો છે, માત્ર દેશના લોકો જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે માનવાધિકાર સંગઠનોએ પણ ભારે ચિંતા વ્યક્ત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બિલના સમર્થકોએ દાવો કર્યો છે કે તેનો હેતુ ઇસ્લામિક કાયદાનો અમલ કરવાનો અને યુવાન છોકરીઓને અનૈતિક સંબંધોથી બચાવવાનો છે.
આ બિલનો વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે જો તે સંસદમાં પસાર થઈ જશે તો તેનાથી મહિલાઓના અધિકારો અને લિંગ સમાનતાનો નાશ થશે. પ્રગતિ પણ અટકી જશે.
માનવાધિકાર સંગઠનો, સામાજિક સંગઠનો અને મહિલા જૂથોએ આ બિલનો વિરોધ કરતા કહ્યું કે આનાથી યુવા છોકરીઓના શિક્ષણ, સ્વાસ્થ્ય અને કલ્યાણ પર નિયંત્રણો આવશે. જૂથોએ દલીલ કરી છે કે આ બાળ લગ્નોથી બાળકો શાળા છોડી દે છે, અકાળ ગર્ભાવસ્થા અને ઘરેલું હિંસા વધી જશે.
યુનિસેફના રિપોર્ટ અનુસાર ઈરાકમાં 28% છોકરીઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે. હ્યુમન રાઈટ્સ વોચના સંશોધક સારાહ સાંબરે કહ્યું કે દેશ વધુ પછાત થશે.
ઈરાક વિમેન્સ નેટવર્કના અમાલ કાબાસીએ પણ આનો વિરોધ કરતા કહ્યું કે આનાથી પુરુષોને ઘણી છૂટ મળશે. તેમણે કહ્યું કે આ અસંખ્ય છોકરીઓનું ભવિષ્ય અને કલ્યાણ છીનવી શકે છે. તેમણે કહ્યું કે છોકરીઓનું સ્થાન રમતના મેદાન અને શાળામાં હોવું જોઈએ, લગ્નના પોશાકમાં નહીં.