Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
એમેઝોનના CEO પદેથી બેઝોસનું રાજીનામું, જાણો છેલ્લા 24 વર્ષથી બેઝોસ સાથે કામ કરતા ક્યા સાથીને બનાવ્યો CEO ?
જેફ બેજોસે વર્ષ 1994માં એમેઝોનની સ્થાપના કરી હતી. એક ઓનલાઇન બુક સ્ટોરથી શરૂ થયેલા એમેઝોનનો સફર હવે ઓનલાઇન મેગા રિટેલર બની ગયો છે. જે દુનિયાભરની પ્રોડક્ટ વેચે છે. જેફે નવી ભૂમિકા માટે એન્ડી જેસી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જેફ બેજોસ તેમના પત્રમાં લખ્યું છે કે, ‘આ કંપની 27 વર્ષ પહેલા શરૂ થઇ હતી. એમેઝોન માત્ર એક વિચાર હતો. તેનું કોઇ નામ ન હતું. તે સમયે મને સૌથી વધુ સવાલ પૂછવામાં આવતો હતો કે, ઇન્ટરનેટ શું છે? આજે આ કંપની 1.3 પ્રતિભાશાળી લોકોને રોજગાર આપી રહી છે’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએન્ડી જેસી 1997માં એમેઝોનમાં જોડાયા હતા. 53 વર્ષીય જેલસીએ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ કર્યું છે. તેમણે રોચેલ કેપ્લાન સાથે લગ્ન કર્યા છે અને બે બાળકો છે. જેસીને સ્પોર્ટ્સ અને મ્યૂઝિકમાં ઘણો રસ છે.
એમેઝોનના સીઈઓ પદેથી જોફ બેઝોસે રાજીનામું આપી દીધું છે. તેમના સ્થાને છેલ્લા 24 વર્ષથી પડછાયાની માફક સાથે રહેલા એન્ડી જેસીને સીઈઓ બનાવ્યા છે ત્યારે તે કોણ છે તેવો પ્રશ્ન લોકોને થઈ રહ્યો છે.
2006માં જેસીએ એમેઝોન ક્લાઉડ સર્વિસ પ્લેટફોર્મ એમેઝોન વેબ સર્વિસની સ્થાપના કરી. જેનો મુકાબલો માઇક્રોસોફ્ટ કોર્પેના એઝ્યોર અને આલ્ફાબેટ ઈંકની ગૂગલ ક્લાઉટ સાથે છે. તેઓ સમાજિક મામલા મુદ્દે સમયાંતરે ટ્વિટ કરતાં રહે છે. અશ્વેત અધિકારો અને LGBTQ અધિકારોને લઈ અવાજ ઉઠાવતાં રહે છે.
થોડા મહિના પહેલા તેમણે એક પોડકાસ્ટમાં જણાવ્યું કે, 1997માં મે મહિનાના પ્રથમ શુક્રવારે HSBCની ફાઈનલ એક્ઝામ આપી હતી. જે બાદ સોમવારથી મેં એમેઝોનમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે મારે શું કામ કરવાનું છે તે ખબર નહોતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -