શું તમને ખબર છે HAMASનો અર્થ ? વ્હીલચેયરના સહારે ચાલતો હતો આ સંગઠનનો આકો
આ યુદ્ધ હમાસ તરફથી સૌથી પહેલા કરાયેલા એટેકના કારણે શરૂ થયું છે, શું તમે જાણો છે શું છે હમાસ, કોણ હતો તેને ગુરુ....
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7
Meaning of HAMAS: ગઇકાલથી દુનિયામાં બીજુ એક મોટુ યુદ્ધ શરૂ થઇ ગયુ છે, ઇઝરાયેલ અને હમાનસ વચ્ચે ભીષણ જંગ શરૂ થઇ છે, જેમાં રૉકેટ હુમલાઓ થઇ રહ્યાં છે, આ યુદ્ધ હમાસ તરફથી સૌથી પહેલા કરાયેલા એટેકના કારણે શરૂ થયું છે, શું તમે જાણો છે શું છે હમાસ, કોણ હતો તેને ગુરુ.... નહીં ને, જાણો અહીં અમને તમને તેના વિશે માહિતી આપી રહ્યાં છીએ...
2/7
ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલ પર સેંકડો રૉકેટ છોડવામાં આવ્યા પછી તે હજુ પણ રૉકેટ હુમલાઓ ચાલી રહ્યાં છે. ઇઝરાયેલની સેના દ્વારા યુદ્ધની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.
3/7
અહેવાલો અનુસાર ઈઝરાયેલના કેટલાય વિસ્તારોમાં રૉકેટ હુમલાના કારણે આગ લાગવાની ઘટનાઓ બની છે. હમાસની સશસ્ત્ર વિંગે કહ્યું છે કે, 'ઓપરેશન અલ-અક્સા ફ્લડ' શરૂ થતાંની સાથે જ 5,000 થી વધુ રૉકેટ છોડવામાં આવ્યા હતા, પરંતુ હવે ઈઝરાયેલે જવાબી કાર્યવાહીની જાહેરાત કરી છે. પરંતુ શું તમે હમાસનો અર્થ જાણો છો? ચાલો તમને જણાવીએ...
4/7
ખરેખર, હમાસનો અર્થ અરબીમાં 'ઈસ્લામિક પ્રતિકાર ચળવળ' થાય છે. ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન ઉગ્રવાદી હમાસ વચ્ચે હિંસક સંઘર્ષનો લાંબો ઈતિહાસ છે.
5/7
આ સંગઠન હંમેશા ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે શાંતિ પ્રક્રિયાનો વિરોધ કરતું આવ્યું છે. હમાસ આ પહેલા પણ અનેકવાર ઈઝરાયેલ પર હુમલો કરી ચૂક્યું છે.
6/7
અહેવાલો અનુસાર, શેખ અહેમદ યાસીન 12 વર્ષની ઉંમરથી વ્હીલચેયરની મદદથી ચાલતો હતો. જે હમાસના આધ્યાત્મિક ગુરુ અને નેતા બન્યા. 2004માં ઈઝરાયેલના હુમલામાં તેનું મૃત્યુ થયું હતું.
7/7
હમાસ 1990ના દાયકામાં ઉગ્રવાદી બન્યું હતું અને આજે પેલેસ્ટાઈનનું સૌથી શક્તિશાળી રાજકીય સંગઠન બની ગયું છે.
Published at : 08 Oct 2023 11:08 AM (IST)